સુરેન્દ્રનગર/ રણમાં પક્ષીઓનો શિકાર કરવા નીકળેલા શિકારીઓ અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ કરે તે પહેલાં જ માલવણથી દબોચ્યા

પક્ષીઓ પકડવાની જાળ,ગીલોળ, ઘાતક હથિયારો સાથે મહારાષ્ટ્રથી આયુર્વેદિક દવાનું વેચાણ કરવા આવેલા ચાર શખ્સોની અટકાયત કરાઈ

Gujarat Others
Untitled 31 રણમાં પક્ષીઓનો શિકાર કરવા નીકળેલા શિકારીઓ અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ કરે તે પહેલાં જ માલવણથી દબોચ્યા

બજાણા તથા ધાંગધ્રા ઘુડખર અભયારણ વનવિભાગ ટીમેં અગાઉથી મળેલી બાતમીના આધારે અચાનક દરોડો પાડી રણમાં પક્ષીઓનો શિકાર કરવા નીકળેલા શિકારીઓ અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ કરે તે પહેલાં જ માલવણથી દબોચ્યા હતા. વન વિભાગની ટીમેં પક્ષીઓ પકડવાની જાળ,ગીલોળ, ઘાતક હથિયારો સાથે મહારાષ્ટ્રથી આયુર્વેદિક દવાનું વેચાણ કરવા આવેલા ચાર શખ્સોની અટકાયત કરતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી હતી.

પાટડીના બજાણા ખાતે આવેલા ઘુડખર અભ્યારણ વિસ્તારમાં હાલ વિદેશી નયનરમ્ય પક્ષીઓનો અનોખો જમાવડો જામ્યો છે. ત્યારે આ વિદેશી પક્ષીઓનો ગેરકાયદેસર શિકાર થતો અટકાવવા ઘુડખર અભયારણના ડી.એફ.ઓ.ની સુચના અને માર્ગદર્શન હેઠળ બજાણા ઘુડખર અભ્યારણ્ય રેન્જના આર.એફ.ઓ.અનિલભાઇ રાઠવા તથા બજાણા અને ધાંગધ્રા અભ્યારણ્ય વિભાગના સ્ટાફ પેટ્રોલિંગમાં હત

તે દરમિયાન માલવણ ચોકડી ખાતે શંકાસ્પદ ટ્રેક્ટર નીકળતા તેને અટકાવી તપાસ કરતા ચાર શખ્સો પક્ષીઓનો શિકાર કરવાની ગીલોળ,જાળી, ઘાતક હથિયારો સહિતની સામગ્રી સાથે મળી આવતા મહારાષ્ટ્ર રાજ્યના જાલગુનના ચાલીસ ગામના વતની અને હાલ ગુજરાતના ગામડે ગામડે આયુર્વેદિક દવાનું વેચાણ કરતા વિક્રમસિંહ ચિત્રોડીયા, ભગવાનસિંહ ચૌહાણ, કોમલસિંહ ચિત્રોડીયા અને રાજુસિંહ ચિત્રોડીયાની બજાણા તથા ધાંગધ્રા ઘુડખર અભ્યારણ ટીમ દ્વારા અટકાયત કરી શિકારીઓ અભ્યારણ વિસ્તારમાં ઘૂસણખોરી કરે તે પહેલા જ સમયસૂચકતા સાથે પક્ષીઓનો શિકાર થતો અટકાવવામાં આવતા જીવદયા પ્રેમીઓએ વનવિભાગની ટીમની કામગીરીને આવકારી હતી. હાલ બજાણા અભ્યારણ્ય વિભાગની ટીમેં ચારેય આરોપીઓ વિરુદ્ધ શિકાર અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.