નિવેદન/ નરેશ પટેલે રાજકારણમાં આવવાના શું આપ્યા સંકેત

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. નરેશ પટેલે રાજકારણમાં આવવાનાં સંકેત આપ્યા છે. નરેશ પટેલે કહ્યું કે સમાજ આદેશ કરશે તો મારે…

Top Stories Gujarat Others
નરેશ પટેલે
  • ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું મોટું નિવેદન
  • રાજકારણમાં આવવાનાં આપ્યા સંકેત
  • સમાજ આદેશ કરશે તો મારે વિચારવું પડશે
  • પ્રથમ વખત રાજકારણમાં આવવાનાં આપ્યા સંકેત
  • અત્યાર સુધી અનેક વખત નનૈયો ભણ્યો છે નરેશ પટેલે
  • પહેલીવાર આડકતરો આપ્યો સંકેત
  • નરેશ પટેલ 2022 પહેલાં આવશે રાજકારણમાં?

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. નરેશ પટેલે રાજકારણમાં આવવાનાં સંકેત આપ્યા છે. નરેશ પટેલે કહ્યું કે સમાજ આદેશ કરશે તો મારે રાજકારણમાં આવવા માટે વિચારવું પડશે. આ પહેલીવાર છે જ્યારે તેઓએ રાજકારણમાં આવવાનાં સંકેત આપ્યા છે. નરેશ પટેલે અત્યાર સુધી અનેક વખત રાજકારણમાં આવવા પર નનૈયો ભણ્યો છે. નરેશ પટેલ 2022 પહેલાં આવશે રાજકારણમાં?

આ પણ વાંચો : ઓમિક્રોનના ભય વચ્ચે સુરતમાં એક જ પરિવારના 5 સભ્યો કોરોના પોઝિટિવ

આજની પાટીદાર હોદ્દેદારોની બેઠક પહેલા ખોડલધામ નરેશ પટેલ સાથે વાતચીત કરવામાં આવી છે. તેમણે આજે રાજનીતિમાં આવવાના એંધાણ આપતા ખળભળાટ મચ્યો છે. ખોડલધામ નરેશ પટેલે આજે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, મેં મારો પ્રવાસ લેઉવા પટેલ સમાજનું પ્રભુત્વ છે તેવા તાલુકાઓમાં શરૂ કર્યો છે. અને સૌરાષ્ટ્રભરના તમામ તાલુકાઓ હવે પુરા થવામાં છે. આગામી 15 તારીખથી મારો પ્રવાસ ગુજરાતભરમાં શરૂ થવાનો છે.

આજે મુખ્યમંત્રી સાથે બેઠક છે. જેમાં પાટીદારના અનેક હોદ્દેદારો આવવાના છે. આજની બેઠકમાં પાટીદાર આંદોલનના મિત્રોને સાથે રાખીને તેમના જે પ્રશ્નો સરકાર સામે મૂકવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, એક સમયે સરકારે અમને વિશ્વાસમાં લઈને જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન વખતના કેસ પાછા ખેંચવાના છે અને આંદોલન વખતે ભોગ બનેલા યુવાનોના પરિવારજનોને શું આપવાનું છે તે બાબતે ચર્ચા થનાર છે.

રાજનીતિમાં જોડાવા અંગે ખોડલધામ નરેશન પટેલે જણાવ્યું છે કે, અત્યારે મેં કોઈ જ રાજનીતિમાં જવાનું વિચાર્યું નથી. પરંતુ હા… રાજકારણમાં જવું કે ન જવું એ મારો સમાજ નક્કી કરશે. સમાજનો બહોળો વર્ગ કહેશે તો મારી પાસે કોઈ વિકલ્પ રહેશે નહી અને મારે રાજનીતિમાં જોડાવું પડશે. હવે આગામી સમય નક્કી કરશે મારે આગળ શું કરવાનું છે. સમય આવશે અને સમાજ આદેશ કરશે તો મારે વિચારવું ચોક્ક વિચારવું પડશે.

ભરતસિંહ સોલંકીએ ખોડલધામની મુલાકાત દરમિયાન નરેશ પટેલ સાથે બેઠક કરી હતી. ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલની બેઠકને ઔપચારિક મુલાકાત ગણાવી હતી. મહત્વનું છે કે જાન્યુઆરીમાં ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા છે ત્યારે તે પહેલા કોંગ્રેસના નેતા સાથેની ગુફ્તગુ ખૂબ જ સૂચક માનવામાં આવે છે.

આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાના નવા સંક્રમણના 48 કેસ,એક દર્દીનું મોત,ઓમિક્રોનના શંકાસ્પદ કેસ વધી શકે છે!

આપને જણાવી દઈએ કે ખોડલધામ ખાતેની મુલાકાત દરમિયાન ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલને પદ્મશ્રી આપવાની માંગ કરી હતી.ભરતસિંહે કહ્યું હતુ કે ભાજપ સરકાર જો કંગના રાણાવતને પદ્મશ્રી આપતી હોય તો નરેશ પટેલને પદ્મશ્રી કેમ નહીં? નરેશ પટેલ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એક સામાજિક અને ઘાર્મિક કામ કરે છે.સમાજમાં તેનું માન સન્માન અને પ્રતિષ્ઠા તથા મોભો છે તો તેમને પદ્મશ્રી મળવો જોઇએ તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો :અમદાવાદ શહેર પોલીસ દ્વારા તર્કશ નામની એપ્લિકેશન બનવાઇ, જાણો શું છે તેની ખાસિયત

આ પણ વાંચો :ગાંધીનગર વાઈબ્રન્ટનાં મહેમાનો ફરજિયાત 7 દિવસ થશે Quarantine

આ પણ વાંચો :સંકલ્પ આપણે સૌ સાથે મળીને સાકાર કરીશુંઃ ભૂપેન્દ્ર પટેલે