Not Set/ ઉકરડામાંથી પ્લાસ્ટિકની થેલીમાં પેક ૬ માસનું ભ્રુણ મળી આવતા ચકચાર

ચોટીલાના આણંદપુર ગામે પ્લાસ્ટિકના ઝબકામાં 6 માસનું ભૃણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ખોજાખાના વાળી શેરીમાં ઉકરડામાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી લોકોને ભૃણ મળી આવતા પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Others Trending
ભૃણ

નારી તું નારાયણી અને બીજું બાજુ ભાજપ જયારે આજે નારી ગૌરવ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે  ભૃણ મળી આવવાની ઘટનાએ ચકચાર જગાવી છે. સમાજમાં આજે પણ દીકરા દીકરીમાં ભેદભાવ પ્રવર્તી રહ્યા છે અને તંત્રની આંખ નીચે ખાનગી ક્લીનીકોમાં માતૃ ભૃણ પરીક્ષણ અને તેની નિર્મમ હત્યાના બનાવો સામાન્ય થઇ રહ્યા છે. આજે માત્ર બાળકીને દૂધ પીતી કરવાનો રીવાજ નથી બાકી માતાની કુખમાં જ હત્યા કરવાનો સીલશીલો  યથાવત છે.

ચોટીલાના આણંદપુર ગામે પ્લાસ્ટિકના ઝબકામાં 6 માસનું ભૃણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ખોજાખાના વાળી શેરીમાં ઉકરડામાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી લોકોને ભૃણ મળી આવતા પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.

ચોટીલાના આણંદપુર ગામની મહિલાને પ્લાસ્ટિકની થેલીમાં રાખેલા 6 માસ જેટલું દેખાતું બાળક ધ્યાને આવતા લોકોને જાણ કરવામાં આવતા લોકોના ટોળેટોળા ભૃણ જોવા માટે ઉમટી પડયા હતા. આ અંગે નાનીમોલડી પોલીસને જાણ થતાં ખોજાખાના વાળી શેરીના ઉકરડામાં પ્લાસ્ટિકના ઝભલાની અંદર પોલીસે તપાસ કરતા આશરે 6 માસનું મૃત બાળક મળી આવ્યું હતુ.
આ મૃત બાળકને ચોટીલા 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા રેફરલ હોસ્પિટલે લઈ જવાયું હતું. ત્યાંથી સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ આ બાળક નર જાતિનું હોવાનું માલુમ પડ્યું હતું. આ મૃત બાળકને નાનીમોલડી પોલીસે એફ.એસ.એલ.માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યું હતું.