Celebration/ હળવદ શહેરમાં મકરસંક્રાતિ નિમિત્તે બાળકોને પતંગ, ફિરકીનું વિતરણ કરાયું

રોજનું લાવી રોજનું પેટિયું રળતા ઝૂંપડપટ્ટીનાં બાળકો પૈસાના અભાવે મકર સંક્રાંતિની ઉજવણી કરી શકવા સક્ષમ ન હોવાથી તેવા જરૂરિયાતમંદ બાળકોને સારી પતંગો અને ફિરકી સહિતની અન્ય સામગ્રીનું વિતરણ

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 14T150128.678 હળવદ શહેરમાં મકરસંક્રાતિ નિમિત્તે બાળકોને પતંગ, ફિરકીનું વિતરણ કરાયું

@બળદેવ ભરવાડ

Morbi News:  મોરબીના હળવદ શહેર ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને પતંગ, ફિરકી અને અન્ય સામગ્રી આપી મકર સંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરી હતી.

WhatsApp Image 2024 01 14 at 2.49.58 PM હળવદ શહેરમાં મકરસંક્રાતિ નિમિત્તે બાળકોને પતંગ, ફિરકીનું વિતરણ કરાયું

ઉલ્લેખનીય છે કે રોજનું લાવી રોજનું પેટિયું રળતા ઝૂંપડપટ્ટીનાં બાળકો પૈસાના અભાવે મકર સંક્રાંતિની ઉજવણી કરી શકવા સક્ષમ ન હોવાથી તેવા જરૂરિયાતમંદ બાળકોને સારી પતંગો અને ફિરકી સહિતની અન્ય સામગ્રીનું વિતરણ કરાયું હતું. હળવદના સામંતસર તળાવ કાંઠે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અજય રાવલ, ગ્રામ્ય ભાજપ પ્રમુખ મનસુખભાઇ ગોરીયા, એ.પી.એમ.સી. ચેરમેન રજની સંઘાણી, વલ્લભ પટેલ, મહામંત્રી રમેશ ભગત, જતીન રાવલ, ભરત વઢરેકિયા, તપન દવે, રવિ પટેલ, રવિ દલસાનીયા સહિત આગેવાનો હાજર રહ્યા હતા



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gandhinagar/ગાંધીનગર LCBની ટીમે દારૂનો જથ્થો ઝડપ્યો, હેરાફેરી માટે અજમાવી ગજબની તરકીબ

આ પણ વાંચો:Uttarayan celebration/કષ્ટભંજન હનુમાનજીને ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગોથી શણગારવામાં આવ્યા

આ પણ વાંચો:Uttarayan/ઉત્તરાયણનો પર્વ બે પરિવારો માટે ગમગીની લાવનારૂં બન્યું