Salangpur News: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે ઉત્તરાયણ તહેવાર નિમિત્તે હનુમાન દાદાને પતંગ, દોરી તથા ચીકી વગેરેનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.
ભક્તો માટે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ગણાય છે. બોટાદ જિલ્લામાં કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે. વિવિધ તહેવારો નિમિત્તે હનુમાન દાદાને જુદા જુદા પ્રકારના શણગારો કરાય છે.
દાદાને વિશેષ પ્રકારનો પતંગ, દોરી ચીકી તથા મમરાના લાડુ સહિતની વાનગીઓનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. હનુમાનજી મંદિરની બહાર તેમજ ગર્ભગૃહમાં રંગબેરંગી પતંગોથી શણગાર કરવામાં આવ્યો છે. તેમજ કિંગ ઓફ સાળગપુર હનુમાનજીની પ્રતિમાને પણ ભવ્ય રીતે પતંગોથી શણગારવામાં આવી છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…
આ પણ વાંચો: