Stock Market/ આગામી સપ્તાહ શેરબજાર માટે વધુ લાભદાયક, ઉત્તરાયણ બાદ બજાર ઊંચા સ્તરે પંહોચશે

આગામી સપ્તાહમાં શેરબજાર નવી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. 2024ના શરૂઆતના દિવસોમાં કેટલાક સુધારા પછી, બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો હવે નવા શિખરો પર છે. સેન્સેક્સ અને નિફ્ટીએ શુક્રવારે 12 જાન્યુઆરીએ ટ્રેડિંગમાં અદભૂત વધારો નોંધાવ્યો હતો. શેરબજાર : ગત સપ્તાહ ગયા સપ્તાહ પર નજર કરીએ તો સમગ્ર સપ્તાહમાં BSE સેન્સેક્સ લગભગ 660 પોઈન્ટ (0.92 ટકા) વધ્યો […]

Top Stories Business
sharemarketupdate 21678217739481 આગામી સપ્તાહ શેરબજાર માટે વધુ લાભદાયક, ઉત્તરાયણ બાદ બજાર ઊંચા સ્તરે પંહોચશે

આગામી સપ્તાહમાં શેરબજાર નવી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. 2024ના શરૂઆતના દિવસોમાં કેટલાક સુધારા પછી, બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો હવે નવા શિખરો પર છે. સેન્સેક્સ અને નિફ્ટીએ શુક્રવારે 12 જાન્યુઆરીએ ટ્રેડિંગમાં અદભૂત વધારો નોંધાવ્યો હતો.

શેરબજાર : ગત સપ્તાહ

ગયા સપ્તાહ પર નજર કરીએ તો સમગ્ર સપ્તાહમાં BSE સેન્સેક્સ લગભગ 660 પોઈન્ટ (0.92 ટકા) વધ્યો હતો. જ્યારે NSE નો નિફ્ટી 50 છેલ્લા સપ્તાહ દરમિયાન 0.79 ટકા વધ્યો હતો. ગયા સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ 847.27 પોઈન્ટ અથવા 1.18 ટકા મજબૂત થઈને 72,568.45 પોઈન્ટ પર પહોંચ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે પણ 72,720.96 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. એ જ રીતે નિફ્ટી 247.35 પોઈન્ટ અથવા 1.14 ટકા મજબૂત થઈને 21,894.55 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 21,928.35 પોઈન્ટની નવી ટોચે પહોંચ્યો હતો. હવે નિફ્ટી ઈતિહાસમાં પ્રથમ વખત 22 હજાર પોઈન્ટની સપાટી વટાવી જવાના થ્રેશોલ્ડ પર છે.

શેરબજાર : ગત વર્ષ

2024ના બે સપ્તાહ દરમિયાન શેરબજારમાં કરેક્શન જોવા મળ્યું છે. જો કે તે પછી પણ એકંદર માર્કેટ હજુ પણ નફામાં છે. આ વર્ષે અત્યાર સુધીમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લગભગ 1% ના નફામાં છે. ગત વર્ષ બજાર માટે શાનદાર સાબિત થયું હતું. વર્ષ દરમિયાન સેન્સેક્સે પ્રથમ વખત 70 હજાર પોઈન્ટની સપાટી વટાવી હતી. નિફ્ટીએ પણ પહેલીવાર 20 હજારનો આંકડો પાર કર્યો. આખા વર્ષમાં સેન્સેક્સ 11,072 પોઈન્ટ (18.10 ટકા) અને નિફ્ટી 3,534 પોઈન્ટ (19.42 ટકા) વધ્યા હતા.

શેરબજાર :આગામી સપ્તાહ

આ સપ્તાહ દરમિયાન સ્થાનિક મોરચે કંપનીઓના IPO, ડિવિડન્ડ અને ત્રિમાસિક પરિણામો બજારને અસર કરી શકે છે. સપ્તાહ દરમિયાન, 5 નવા IPO લોન્ચ કરવામાં આવી રહ્યા છે, જ્યારે 5 નવા શેર પણ બજારમાં લિસ્ટ થવાના છે. TCS અને Infosys જેવી મોટી કંપનીઓએ ત્રીજા ક્વાર્ટરના પરિણામની સિઝન શરૂ કરી દીધી છે. TCS અને HCL ટેક જેવા શેર સપ્તાહ દરમિયાન એક્સ-ડિવિડન્ડ જઈ રહ્યા છે. ભારતીય કરન્સી રૂપિયા માટે નવું વર્ષ વધુ લાભદાયક સાબિત થઈ રહ્યું છે. શુક્રવારે રૂપિયો 4 મહિનાના ઉંચા સ્તર પર પંહોચ્યો હતો. 12 ડિસેમ્બર પી રૂપિયામાં વધુ જબૂતાઈ જોવા મલી રહી છે. અને જાન્યુઆરીમાં પણ આ ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. શેરબજાર પર છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને વધુ લાભ કરાવી રહ્યું છે. આગામી સપ્તાહમાં પણ રોકાણકારો માટે બજાર સારું રહે તેવું અનુમાન છે.