Gandhinagar/ ગાંધીનગર LCBની ટીમે દારૂનો જથ્થો ઝડપ્યો, હેરાફેરી માટે અજમાવી ગજબની તરકીબ

ગાંધીનગરમાંથી દારૂનો જથ્થો પકડાયો. LCBની ટીમે ધેધુ – ગોઝારીયા હાઇવે પરથી દારૂનો જથ્થો પકડ્યો.

Top Stories Gandhinagar Gujarat

ગાંધીનગરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. LCBની ટીમે ધેધુ – ગોઝારીયા હાઇવે પરથી દારૂનો જથ્થો પકડ્યો. અજાણ્યા શખ્સ દ્વારા દારૂની હેરાફેરી માટે ગજબની તરકીબ અપનાવી હતી. છતાં પોલીસની ચકોર નજરમાંથી આ ગુનેગારો બચી ના શક્યા અને દારૂનો જથ્થો ઝડપાયો. LCB પોલીસની ટીમ હાઈવે પર વાહનો ચેક કરી રહી હતી ત્યારે એક સામાન ભરેલ વાહન પર શંકા જતા તપાસ હાથ ધરી.

ધેધુ – ગોઝારીયા હાઇવે પર એક નાની ટ્રક માલ સામાન લઈને પસાર થઈ રહી હતી. પોલીસને વાહન પર સવાર માણસો પર શંકા જતા વાહન રોકાવી પ્રાથમિક તપાસ હાથ ધરી. આ તપાસમાં સામે આવ્યું કે નાના ટેમ્પામાં ઠંડા પીણા ‘Coke’ના જેવા નાના ટીન લઈ જવામાં આવતા હતા. આ નાના ટીનમાં દારૂ છુપાડવામાં આવ્યો હતો. દારૂની હેરાફેરી કરનારા આવા નાના ટીનમાં ઠંડા પીણાંના બદલે દારૂ ભરવામાં આવ્યો હતો. તપાસમાં ઠંડા પીણાના બદલે દારૂ છુપાડ્યો હોવાનું સામે આવતા પોલીસે અજાણ્યા શખ્સની અટકાયત કરી છે અને વાહન સાથે દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

નોંધનીય છે કે અગાઉ પણ LCBની મહિલા ટીમે અડાલજ સુદર્શન સોસાયટીની પાછળ આવેલા મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી ગેરકાયદે ભારતીય બનાવટની વિદેશી દારુની 23,712 બોટલ જે 20,15,520નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં વિશાલ પટેલ તથા સિદ્ધાર્થ પટેલ જેવા ગુનેગારો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંંચોઃ 

આ પણ વાંંચોઃ