સિલકયારા ટનલ/ ઝારખંડ સરકારે સિલકયારા ટનલમાં ફસાયેલા 15 કામદારો માટે વિવિધ કલ્યાણકારી યોજનાની કરી જાહેરાત

સિલકયારા ટનલ માં ફસાયેલા ઝારખંડના 15 કામદારો તેમના પરિવારને સુરક્ષિત રીતે મળી શકે માટે ઋષિકેશ એઈમ્સથી બિરસા મુંડા એરપોર્ટ, રાંચી સુધી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

Top Stories India

ઉત્તરકાશીમાં સિલકયારા ટનલ (Silkyara Tunnel)માં ફસાયેલા શ્રમિકોને નવજીવન મળ્યું. સિલકયારા ટનલ દુર્ઘટના બાદ શ્રમિક વર્ગની સુરક્ષાને લઈને સવાલ ઉઠયા હતા. જેના બાદ સરકાર દ્વારા કામદારોના સુરક્ષા હેતુ અનેક કલ્યાણકારી યોજનાની જાહેરાત કરવામાં આવી. સિલકયારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. આ તમામ શ્રમિકો દેશના જુદા-જુદા રાજ્યોમાંથી આવ્યા હતા. કેટલાક બિહારના શ્રમિકો હતો કેટલાક ઝારખંડના હતા. સુરંગમાં ફસાયેલા ઝારખંડના 15 કામદારો તેમના પરિવારને સુરક્ષિત રીતે મળી શકે માટે ઋષિકેશ એઈમ્સથી બિરસા મુંડા એરપોર્ટ, રાંચી સુધી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને રાજ્યના 15 કામદારો અને તેમના પરિવાર સાથે રાંચીના કાંકે રોડ પરના આવાસ પર મુલાકાત કરી હતી. જ્યાં તેમણે કામદારોની બહાદુરીની પ્રશંસા કરતા કહ્યું કે રાજ્ય સરકાર તેમની સાથે છે તેમજ આગામી સમયમાં કામદારો વર્ગને પડતી મુશ્કેલીમાં તમામ પ્રકારની સહાય કરવાની ખાતરી આપી. આ સાથે મુખ્યમંત્રી હેમંત પ્રધાને શુક્રવારે સિલકયારા ટનલ (Silkyara Tunnel)માં ફસાયેલા તેમના પ્રદેશના કામદારો માટે સુરક્ષાને લઈને કલ્યાણકારી યોજના શરૂ કરવાની જાહેરાત કરી. વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દેશના અન્ય ભાગોમાંથી આવતા પરપ્રાંતિ મૂજરો માટે પણ શક્ય મદદ પૂરી પાડશે.

મુખ્યમંત્રી હેમંત પ્રધાને સુરંગમાં ફસાયેલા તમામ 15 કામદારોને રૂ. 1 કરોડ 11 લાખથી વધુની સરકારી યોજનાઓ સાથે જોડવાની ઘોષણા કરી. ઉપરાંત આ કામદારોને આબુઆ આવાસ યોજના, પેન્શન યોજના, આયુષ્માન કાર્ડ, કૃષિ મશીનરી, મુખ્યમંત્રી રોજગાર સર્જન યોજના, મનરેગા જોબ કાર્ડ, મુખ્યમંત્રી પશુધન યોજના, પશુ શેડ યોજના, ગ્રામ ગાડી યોજના અને અન્ય યોજનાઓનો લાભ મળશે. સાથે એ પણ વિશ્વાસ અપાવ્યો કે તેઓ વ્યક્તિગત રીતે તેમની રોજગાર અને કલ્યાણકારી યોજનાઓ પર નજર રાખશે.

સિલકયારા સુરંગમાં ફસાયેલા ઝારંખડના 15 કામદારોમાં વિશ્વજીત કુમાર વર્મા (ગિરિડીહ), સુબોધ કુમાર વર્મા (ગિરિડીહ), અનિલ બેડિયા (રાંચી), રાજેન્દ્ર વેદિયા (રાંચી), સુક્રમ બેડિયા (રાંચી), ટિંકુ સરદાર (પૂર્વ સિંઘભુમ), ગુંધાર નાયક (પૂર્વ સિંઘભૂમ), રણજીત લોહાર (પૂર્વ સિંઘભુમ), રવીન્દ્ર નાયક (પૂર્વ સિંઘભુમ), સમીર નાયક (પૂર્વ સિંઘભુમ), ભુક્તુ મુર્મુ (પૂર્વ સિંઘભુમ), મહાદેવ નાયક (પશ્ચિમ સિંઘભુમ), ચમરા ઓરાઓન (ખુંટી), વિજય હોરો (ખુંટી), ગણપતિ હોરો (પેગ) નો સમાવેશ થાય છે.

હેમંત સોરેને કહ્યું તેમને આનંદ છે તેઓ પોતાના રાજ્યના કામદારો અને પરિવારના મિલનના સુખદ પળના સાક્ષી બન્યા હતા. કામદારો સાથેની મુલાકાતમાં જણાવ્યું કે જ્યારે સમાચાર મળ્યા કે સિલકયારા ટનલ (Silkyara Tunnel) માં રાજ્યના 15 કામદારો ફસાયા છે. ત્યારે પરિવાર સાથે રાજ્યના તમામ લોકો ચિંતિત થયા હતા અને સુરક્ષિત રીતે બહાર નીકળે તેવી પ્રાર્થના પણ કરી હતી. તેમજ કામદારો ઘરે સુરક્ષિત રીતે પંહોચે માટે રાજ્ય સરકારે અધિકારીઓની એક ટીમ ઉત્તરાખંડ મોકલી હતી. તેમણે કાર્યકરોની હિંમત, ધૈર્ય અને બહાદુરીની પણ પ્રશંસા કરી હતી.

નોંધનીય છે કે સિલકયારા ટનલ (Silkyara Tunnel)માં 12 નવેમ્બરના રોજ 14 શ્રમિકો ફસાયા હતા. દિવાળીના દિવસે ફસાયેલા કામદારોને બહાર કાઢવા વિવિધ પ્રકારની ટેકનોલોજી સાથે વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો. અંતે તમામ શ્રમિકોને 17 દિવસ બચાવવામાં સફળતા મળી. 27 નવેમ્બરના રોજ સુરંગમાં ફસાયેલા 41 શ્રમિકો સુરક્ષિત રીતે બહાર નીકળતા આખા દેશમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.