Not Set/ NCB ને આ રીતે મળી હતી ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી વિશે માહિતી, જાણો દિલધડક ઓપરેશનની આખી કહાની 

મુંબઈ NCB ના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુશાંત સિંહ રાજપૂતના મિત્ર કુણાલ જાની નામના વ્યક્તિએ તેમને આ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી વિશે માહિતી આપી હતી.

Top Stories Trending Entertainment
Untitled 67 NCB ને આ રીતે મળી હતી ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી વિશે માહિતી, જાણો દિલધડક ઓપરેશનની આખી કહાની 

NCB એ મુંબઈના દરિયામાં ક્રુઝ પર દરોડો પાડ્યો હતો અને ત્યાંથી ડ્રગ્સ પાર્ટી કરતા આઠ લોકોની ધરપકડ કરી હતી. આ આઠમાંથી, હવે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ત્રણ લોકોની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. NCB ને આ હાઇપ્રોફાઇલ ડ્રગ્સ પાર્ટી વિશે માહિતી કેવી રીતે મળી? અને એજન્સીએ સમુદ્રની મધ્યમાં આ સમગ્ર કામગીરી કેવી રીતે હાથ ધરી? આવા પ્રશ્નો લોકોના મનમાં છે.

NCB ને આવી રીતે પાર્ટીની માહિતી મળી

મુંબઈ NCBના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીની માહિતી તેમને કુણાલ જાની નામની વ્યક્તિએ આપી હતી. હકીકતમાં, થોડા દિવસો પહેલા NCB એ ડ્રગ્સ કેસમાં હોટલ માલિક કુણાલ જાનીની ધરપકડ કરી હતી. વાસ્તવમાં કુણાલ જાની દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મિત્ર હતા. ધરપકડ બાદ NCBની પૂછપરછ દરમિયાન કૃણાલ જાનીએ ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટી વિશે માહિતી આપી હતી.

માહિતી બાદ ક્રુઝની ડ્રગ્સ પાર્ટી પર દરોડા પાડ્યા

આ માહિતી પછી, NCB ની ટીમ એક મુસાફર તરીકે ક્રુઝમાં સવાર થઈ અને જ્યારે ક્રૂઝ દરિયા વચ્ચે પહોંચી અને ડ્રગ્સ પાર્ટી શરૂ થઈ ત્યારે જ અધિકારીઓએ તેમની કામગીરી શરૂ કરી. તમને જણાવી દઈએ કે ક્રુઝ પર 1800 લોકો હતા, જેમાંથી આઠ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાન ઉપરાંત અરબાઝ શેઠ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની પણ ધરપકડ કરવામાં આવી છે.

કુણાલ જાનીની ધરપકડ ક્યારે થઈ?

તાજેતરમાં, NCBએ ડ્રગના કેસમાં અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડના ભાઈ એગિસિયાલોસ ડેમેટ્રીએડ્સની ધરપકડ કરી હતી. તેની ધરપકડ બાદ જ એજન્સીએ કુણાલની ​​ધરપકડ કરી અને પછી એક પછી એક કડી મેળવતા ગયા.  જે ક્રૂઝ પાર્ટી સુધી પહોચ્યા હતા. તમને જણાવી દઈએ કે કુણાલ જાની પર મિડલ મેન એટલે કે ડ્રગ પેડલર અને ક્લાઈન્ટ વચ્ચેની કડી તરીકે કામ કરવાનો આરોપ છે.

Mumbai Drug Web / માત્ર શાહરૂખનો દીકરો જ નહીં, અન્ય ઘણા સેલિબ્રિટી બાળકો પણ જોડાયા હોઈ શકે છે

Real Singham / સમીર વાનખેડે મુંબઈના અસલી ‘સિંઘમ’, ગમે તેવા સેલીબ્રીટીની પણ નીકળી જાય છે હવા 

અફઘાનિસ્તાન /  કાબુલમાં મસ્જિદની બહાર બોમ્બ વિસ્ફોટ, અનેકના મોત