Not Set/ જસ્ટિસ એસ એ બોબડેએ ભારતનાં 47 માં ચીફ જસ્ટિસ પદની લીધી શપથ

જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ સોમવારે દેશનાં 47 માં મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને મુખ્ય ન્યાયાધીશ પદનાં શપથ ગ્રહણ કરાવ્યા. તેમણે ઘણા ઐતિહાસિક નિર્ણયોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને અયોધ્યાનાં વિવાદિત સ્થળ પર રામ મંદિર બનાવવાનાં રસ્તાને સાફ કરવાના તાજેતરનાં નિર્ણયમાં પણ તેઓ શામેલ રહ્યા હતા. 63 વર્ષીય ન્યાયમૂર્તિ બોબડે તાજેતરનાં […]

Top Stories India
S A Bobde જસ્ટિસ એસ એ બોબડેએ ભારતનાં 47 માં ચીફ જસ્ટિસ પદની લીધી શપથ

જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ સોમવારે દેશનાં 47 માં મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને મુખ્ય ન્યાયાધીશ પદનાં શપથ ગ્રહણ કરાવ્યા. તેમણે ઘણા ઐતિહાસિક નિર્ણયોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને અયોધ્યાનાં વિવાદિત સ્થળ પર રામ મંદિર બનાવવાનાં રસ્તાને સાફ કરવાના તાજેતરનાં નિર્ણયમાં પણ તેઓ શામેલ રહ્યા હતા. 63 વર્ષીય ન્યાયમૂર્તિ બોબડે તાજેતરનાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની જગ્યા લેશે. માનવામાં આવે છે કે તેઓ ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિમણૂંક અથવા બરતરફી સંબંધિત કોલેજિયમનાં ચુકાદાઓ જાહેર કરવાના મામલે પરંપરાગત અભિગમ અપનાવે છે.

જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (એસએ બોબડે) એ ભારતનાં 47 માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ બોબડેને ભારતનાં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ અપાવ્યા. જણાવી દઇએ કે, 17 નવેમ્બરનાં રોજ નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ સીજેઆઇ રંજન ગોગોઇએ ન્યાયાધીશ બોબડેનાં નામની ભલામણ સીજેઆઈ માટે કરી હતી. આપને જણાવી દઇએ કે ભારતનાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ પરંપરા મુજબ સુપ્રીમ કોર્ટનાં સૌથી સિનિયર – ન્યાયાધીશ તરીકે જસ્ટિસ બોબડેનાં નામની ભલામણ કરી હતી.

વર્ષ 2000થી આપી રહ્યા છે સેવા

જસ્ટિસ બોબડે વર્ષ 2000 થી જજ તરીકે સેવા આપી રહ્યા છે. તેમને ઓક્ટોબર 2012 માં 39 માં મુખ્ય ન્યાયાધીશ અલ્તમસ કબીરે મધ્યપ્રદેશ હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ તરીકે નામાંકિત કર્યા હતા.

કોણ છે જસ્ટિસ બોબડે

તેઓ મહારાષ્ટ્ર નેશનલ લો યુનિવર્સિટી, મુંબઇ અને મહારાષ્ટ્ર નેશનલ લો યુનિવર્સિટી, નાગપુરનાં કુલપતિ પણ છે. તેમના પિતાનું નામ અરવિંદ શ્રીનિવાસ બોબડે છે. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી બીએ અને એલએલબીની ડિગ્રી મેળવી છે. બોબડે 29 માર્ચ 2000 નાં રોજ બોમ્બે હાઈકોર્ટની બેંચમાં એડિશનલ જજ બન્યા હતા. એસ.એ. બોબડેએ 16 ઓક્ટોબર, 2012 નાં રોજ મધ્ય પ્રદેશ હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ પદ સંભાળ્યું. તેમનો કાર્યકાળ 23 એપ્રિલ 2021 નાં ​​રોજ સમાપ્ત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.