Not Set/ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં અચાનક આ માણસ કપડા ઉતારવા માંડ્યો અને પછી…

એર ઇન્ડિયાની એક ફ્લાઈટમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. દુબઈથી લખનૌ જઈ રહેલી એક ફલાઈટમાં હડકંપ મચી ગયો હતો જયારે ૩૫ વર્ષના માણસે અચાનક કપડા ઉતારી લીધા હતા. આમ કરવા પાછળનું કારણ તમને પણ ચોંકાવી દેશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલો શનિવારનો છે પરંતુ રવિવારે સામે આવ્યો હતો. ફ્લાઈટ IX 194 દુબઈથી લખનૌ જઈ […]

Top Stories India Trending

એર ઇન્ડિયાની એક ફ્લાઈટમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. દુબઈથી લખનૌ જઈ રહેલી એક ફલાઈટમાં હડકંપ મચી ગયો હતો જયારે ૩૫ વર્ષના માણસે અચાનક કપડા ઉતારી લીધા હતા. આમ કરવા પાછળનું કારણ તમને પણ ચોંકાવી દેશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલો શનિવારનો છે પરંતુ રવિવારે સામે આવ્યો હતો.

ફ્લાઈટ IX 194 દુબઈથી લખનૌ જઈ રહી હતી. આ ફ્લાઈટમાં ૧૨ બી સીટ પર ઉન્નાવનો રહેવાસી સુરેન્દ્ર બેઠો હતો. અચાનક બપોરે ૨ વાગ્યે તે સીટ પરથી ઉભો થયો અને તેના કપડા ઉતારવા લાગ્યો. આ જોઇને બીજા યાત્રીઓ પણ ઘબરાઈ ગયા હતા. તેણે અડધા કપડા ઉતારી દીધા હતા ત્યારે સ્ટાફની નજર તેના પર પડી હતી અને તેને ધાબળો ઓઢાડી દીધો હતો. બાકી રહેલા સફરમાં તે ફરીથી આવી કોઈ હરકત ન કરે તે માટે સ્ટાફના બે મેમ્બર તેની પકડીને બેઠા હતા.

લખનૌ પહોચ્યા પછી સીઆઈએસએફને સુરેન્દ્ર સોંપી દેવામાં આવ્યો હતો. સીઆઈએસએસને મળેલી જાણકારી પ્રમાણે સુરેન્દ્ર દુબઈમાં કામ કરતો હતો. નોકરી પર તેના માલિક તેને ઘણો ત્રાસ આપતા હતા જેને લીધે તેની માનસિક હાલત ખરાબ થઇ ગઈ હતી. દુબઈમાં કામ દરમ્યાન તેને રજા નહતી આપવામાં આવતી. પુછતાછમાં સામે આવ્યું હતું કે સુરેન્દ્રનો માલિક કે જે તેને ત્રાસ આપતો હતો તે પાકિસ્તાનનો રહેવાસી હતો. તેના માલિક પર ગુસ્સો આવવાને લીધે તેણે ચાલુ વિમાનમાં જ  કપડા ઉતારવાના ચાલુ કરી દીધા હતા.