Not Set/ ગુડબાય 2018, વેલકમ 2019, દુનિયાએ શરૂ કરી ભવ્ય તૈયારીઓ

સીડની, વર્ષ 2018ને પરંપરાગતરીતે આજે  વિદાય આપવા અને નવા વર્ષ 2019નુ સ્વાગત કરવા માટે દુનિયાના દેશોના કરોડો લોકો સજ્જ થઇ ગયા છે. નવા વર્ષનુ સ્વાગત કરવા માટે તમામ લોકો ઉત્સુક છે. કાઉન્ટ ડાઉન પણ શરૂ થઇ ગયુ છે.  કેટલીક જગ્યાએ તો પહેલાથી જ વર્ષ 2019ના નવા વર્ષની ઉજવણીનો દોર પણ શરૂ થઈ ગયો છે. સમગ્ર […]

India World

સીડની,

વર્ષ 2018ને પરંપરાગતરીતે આજે  વિદાય આપવા અને નવા વર્ષ 2019નુ સ્વાગત કરવા માટે દુનિયાના દેશોના કરોડો લોકો સજ્જ થઇ ગયા છે. નવા વર્ષનુ સ્વાગત કરવા માટે તમામ લોકો ઉત્સુક છે. કાઉન્ટ ડાઉન પણ શરૂ થઇ ગયુ છે.  કેટલીક જગ્યાએ તો પહેલાથી જ વર્ષ 2019ના નવા વર્ષની ઉજવણીનો દોર પણ શરૂ થઈ ગયો છે.

સમગ્ર વિશ્વના દેશો જશ્નની તૈયારીમાં વ્યસ્ત છે. સાંજ પડતાની સાથે જ 2018ને વિદાય આપવા અને 2019ને આવકારવા માટેના રંગારંગ કાર્યક્રમ શરૂ થનાર છે. હવે આગામી એક-બે દિવસ સુધી યથાવત રીતે ચાલુ જ રહેશે. વર્ષ 2018ને વિદાય આપવા અને વર્ષ 2019નું સ્વાગત કરવા માટે વિશ્વના દેશો સંપૂર્ણપણે તૈયાર થયા છે.  જુદા જુદા દેશોમાં પાર્ટીઓનો દોર નવા વર્ષની શરૂઆત થાય તે પહેલાં જ શરૂ થયો હતો. પરંપરાગત રીતે ઘણા દેશોમાં નવા વર્ષનું ભવ્ય આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવનાર છે. નવા વર્ષને આવકારવા મોટા દેશોમાં ઘણા દિવસ પહેલાંથી જ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.નવા વર્ષને આવકારવામાં લોકો વ્યસ્ત દેખાયા હતા.

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં નવા વર્ષની સૌથી પહેલા શરૂઆત થનાર છે. હમેંશા જ ઓકલેન્ડ નવા વર્ષની ઉજવણી કરનાર વિશ્વનું સૌથી  પ્રથમ શહેર બને છે. ઓસ્ટ્રેલિયાના સિડની, મેલબોર્ન, પર્થમાં ભવ્ય આતશબાજીના નજારા જોવા મળનાર છે.  બીજી બાજુ વિશ્વના દેશો પણ નવા વર્ષનું ભવ્ય કાર્યક્રમ અને શાનદાર આતશબાજી સાથે સ્વાગત કરવા સુસજ્જ થઈ ગયા છે.

ઓકલેન્ડ શહેર બાદ ઓસ્ટ્રેલિયાના પાટનગર સિડનીમાં ઉજવણી કરવામાં આવનાર છે.સિડનીના લોકપ્રિય બંદર પર નવા વર્ષની ઉજવણી માટે પહેલાથી જ તૈયારી કરી લેવામાં આવી છે.ઓસ્ટ્રેલિયામાં સિડની હાર્બર ખાતે વેન્ટેજ પોઇન્ટ ઉપર લાખો લોકો એકત્રિત થાય તેવી શક્યતા છે. સિડની હાર્બર બ્રિજ ઉપર પણ શાનદાર આતશબાજીનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેને જાવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે.

ન્યૂઝીલેન્ડના શહેર ઓકલેન્ડમાં સમગ્ર આકાશ આતશબાજીથી છવાઇ જશે. ઓસ્ટ્રેલિયા પણ વિવિધ કાર્યકમો રાતભર ચાલનાર છે. વર્ષ 2018માં બનેલી કેટલીક દુઃખદ ઘટનાઓને ભુલી જઈને વિશ્વના લોકો 2019ની આવનારી ખુશીને લઈને આશાસ્પદ દેખાયા હતા. વર્તમાન સમયમાં વિશ્વની સ્થિતિ એવી બની છે જેમાં ઘરની દરેક વ્યક્તિ નોકરી કરતી થઈ છે.

મોંઘવારી સતત વધી રહી છે. આવામાં પરિવારની એક વ્યક્તિ નોકરી કરે તેનાથી ઘરને વ્યવસ્થિત ચલાવવું વ્યવસ્થિત નથી જેથી પરિવારના ઘણા લોકો નોકરી કરતા થયા છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રસંગની ઉજવણી સારી રીતે થાય તે સ્વાભાવિક છે. સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણીનો દોર શરૂ થઈ ગયો છે જે હવે આગામી બે ત્રણ દિવસ સુધી જારી રહેશે.

યુરોપના દેશોમા વધારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. ન્યૂયોર્ક શહેરમાં લાખો લોકો ટાઈમ્સ સ્કવેર ખાતે પરંપરાગત મીડ નાઈટ બોલ ડ્રોપને જાવા માટે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. 2019ને વધાવવા માટે ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બર બ્રિજ ખાતે મોટા પ્રમાણમાં ફટાકડાઓ ફોડીને સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણીનો  પ્રારંભ દબદબાભેર કરવામાં આવનાર છે. ઓસ્ટ્રેલિયાથી શરૂ થયેલી ઉજવણી એશિયન દેશોમાં થઇને અમેરિકા ખાતે પૂર્ણ થશે. જાપાનમાં મધ્ય રાત્રિ પરંપરાગત પ્રાર્થના સભા યોજવામાં આવનાર છે.

તાઇપેઇ અને તાઇવાનમાં પણ મધ્યરાત્રે ફટાકડાઓ ફોડીને નવા વર્ષના આગમનને વધાવવા લોકો સજ્જ છે. ડાન્સરો લોકોના દિલ મનમોહક ડાન્સ કરીને જીતી લેવા તૈયાર છે.

જાપાનમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મોટાભાગે લોકો પરિવાર સાથે ઘરે રહેતાં હોય છે. જાપાનની રાજધાની ટોકિયોમાં આવેલા 600 વર્ષ જૂના બૌદ્ધ મંદિર ખાતે હજારો લોકોએ ફુગ્ગાઓ છોડીને નવા વર્ષના આગમનને વધાવી લેવાની તૈયારી કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે નવા વર્ષની પાર્ટીઓને લઈને આ વખતે વિશેષ સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી રહી છે.

વર્ષ 2018માં કેટલાક એવા બનાવ બન્યા હતા. જેના કારણે વિશ્વમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. કેટલીક મોટી હોનારત સર્જાઇ હતી. જેમાં હાલમાં જ ઇન્ડોનેશિયામાં  ત્રાટકેલા સુનામી મોજાનો સમાવેશ થાય છે. સાથે સાથે વિશ્વના કેટલાક મોટા હુમલાને લઇને પણ આઘાતમાં રહ્યા હતા. નવા વર્ષને લઇને ભારે ઉત્સાહ છે.