Political/ પોલીટીક્સમાં એન્ટ્રી કરવા રજનીકાંત તૈયાર, 31મી એ કરશે પાર્ટીનું એલાન

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતે આજે પોતાની રાજનૈતિક પાર્ટી બનાવવાનું એલાન કર્યું છે. અભિનેતાએ 2021ની વિધાનસભા ચૂંટણી લડવાનું પણ એલાન કર્યું છે. રજનીકાંતે ગુરુવારે જણાવ્યું છે કે પાર્ટી વિશેની જાહેરાત 31 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.

Top Stories India
a 40 પોલીટીક્સમાં એન્ટ્રી કરવા રજનીકાંત તૈયાર, 31મી એ કરશે પાર્ટીનું એલાન

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતે આજે પોતાની રાજનૈતિક પાર્ટી બનાવવાનું એલાન કર્યું છે. અભિનેતાએ 2021ની વિધાનસભા ચૂંટણી લડવાનું પણ એલાન કર્યું છે. રજનીકાંતે ગુરુવારે જણાવ્યું છે કે પાર્ટી વિશેની જાહેરાત 31 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.

રજનીકાંત છેલ્લા ઘણા મહિનાથી રાજનીતિમાં સક્રિય છે પરંતુ પ્રથમ વખત તેમણે રાજનૈતિક ઇનિંગ્સ રમવા માટેની જાહેરાત કરી છે. પાર્ટી બનાવવા અને વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઉતરવાના એલાન કર્યા બાદ તમિલનાડુની રાજનીતિમાં વધુ એક ફિલ્મ અભિનેતાની એન્ટ્રી થશે. અગાઉ પણ ફિલ્મી કલાકારો રાજનીતિમાં સફળ થતા આવ્યા છે.

રજનીકાંતે ગત વર્ષે અભિનેતા કમલ હાસનની સાથે ગઠબંધન કરવાની વાત કરી હતી. ત્યારે રજનીકાંત જણાવ્યું હતું કે રાજ્યની જનતા ના હિતોને ધ્યાનમાં લઈને જજો કમલ હાસન સાથે ગઠબંધન કરવાની સ્થિતિ બને છે તો તેઓ જરૂર એકબીજાની સાથે કામ કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…