અરે વાહ/ કચ્છના નાનારણમાં મીઠું પકવતા અગરિયાઓના બાળકો સાયન્સ સિટીનાં પ્રવાસે : જાણો બાળકોનો અનુભવ

આ બાળકો રણ છોડીને પહેલી વખત બહાર નિકળ્યા હોવાથી સાયન્સ સિટીમાં રોબટ સહિતની અજાયબીઓ જોઈ અચંબામાં પડ્યા હતા

Top Stories Gujarat Others
કચ્છ

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારો દુનિયાથી અલિપ્ત રહી કાળી મજૂરી કરી સફેદ મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે અને અગરિયાના બાળકો પણ એમના માતા- પિતા સાથે વેરાન રણમાં કંતાનના ઝુંપડામાં રહીને રણ બસ-શાળામાં અભ્યાસ કરવાની સાથે રણમાં જ જીવન વ્યતિત કરે છે. ત્યારે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓના ખારાઘોડા, ઓડું, નારણપુરા અને પાટડીના ગામોના મળીને 180 ભુલકાઓ રણમાંથી સાયન્સ સિટી જોવા નિકળ્યા હતા.

કચ્છ

આ બાળકો રણમાંથી અમદાવાદ પહેલી વાર ગયા હતા. સાયન્સ સિટી પહોચીને તેમને 11 હજાર માછલીઓનું મ્યુઝિયમ, રોબટની કામગીરી, સાયંસ ટેકનોલોજી-મ્યુઝિયમ, નેચરલ પાર્ક, આદિમાનવ મ્યુઝિયમ અને ખનીજ મ્યુઝિયમ સહિતની વિજ્ઞાનની અજાયબીઓ જોઇ અચંબામાં પડ્યા હતા. અને અગરિયા બાળકોએ આ દ્રશ્યોને જીવનની અને કદાપી ન ભુલી શકવાની સૌથી સુખદ ક્ષણ ગણાવી હતી. કચ્છના નાના રણની રણશાળાના 180 ઉપરાંત બાળકોએ અમદાવાદ ગુજરાત સાયન્સ-સિટીની પર્યાવરણ રક્ષક તરીકે મુલાકાત લીધી. આ મુલાકાતનું આયોજન ગુજરાત સાયન્સ-સિટી અને જનપથ તેમજ અગરિયા હિત રક્ષક મંચ દ્વારા કરવામાં આવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે ભાવનગરમા csmcri મારફત મીઠાની સારી ગુણવત્તા માટે અવનવા પ્રયોગો કરે છે. ભારત સરકારની આ સંસ્થા છે અને સમગ્ર એશિયામાં આ એક જ સંસ્થા છે. ત્યારે ખારાઘોડા, ઝીંઝુવાડા, ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાના અગરિયાઓએ ભાવનગરની વિઝિટ કરવામાં આવી હતી.

કચ્છ

આ પણ વાંચો : કાશ્મીર ખીણમાં ઓપરેશન ઓલઆઉટ ચાલુ, સુરક્ષા દળોએ 24 કલાકમાં 4 આતંકવાદીઓને ઠાર કર્યા