Not Set/ ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીથી સમગ્ર સુરત શહેરને મળશે 10 વર્ષ સુધી પીવાનું પાણી

સુરતનાં જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી છેલ્લા એક મહિનામાં અધધ પાણી છોડાયું છે. 25 દિવસમાં 3946 મિલિયન ક્યુબેક મીટર પાણી દરિયામાં છોડવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીથી 10 વર્ષ સુધી સમગ્ર સુરત શહેરને પીવાનું પાણી મળી શકે છે. જ્યારે ખેતી માટે એક વર્ષ ચાલી શકે એટલું પાણી દરિયામાં વહી ગયું […]

Gujarat Surat
ukai dam ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીથી સમગ્ર સુરત શહેરને મળશે 10 વર્ષ સુધી પીવાનું પાણી

સુરતનાં જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી છેલ્લા એક મહિનામાં અધધ પાણી છોડાયું છે. 25 દિવસમાં 3946 મિલિયન ક્યુબેક મીટર પાણી દરિયામાં છોડવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીથી 10 વર્ષ સુધી સમગ્ર સુરત શહેરને પીવાનું પાણી મળી શકે છે. જ્યારે ખેતી માટે એક વર્ષ ચાલી શકે એટલું પાણી દરિયામાં વહી ગયું છે.

નોંધનીય છે કે, 25 દિવસ પહેલા ઉકાઈ ડેમમાં 700 મિલિયન ક્યુબિક મીટર પાણી હતું. જ્યારે હાલ 25 દિવસમાં 62 ફૂટ ડેમ ભરાયો છે. સુરતને વર્ષે પીવા માટે 400 મિલિયન ક્યુબિક મીટર અને ખેતી માટે 3500 મિલિયન ક્યુબિક મીટર પાણીની જરૂરિયાત હોય છે. ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં 50 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જ્યારે ઉકાઈની જળસપાટી 339.61 ફૂટ પર પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાતમાં મેઘરાજાની મહેર રહેતા પાણીની સમસ્યા રહે તેવી સંભાવનાઓ ઘણી ઓછી દેખાઇ રહી છે. મોટા ભાગનાં ડેમમાં પાણી 70 ટકાથી પણ વધારે હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. ત્યારે હવે રાજ્યમાં મોટા ભાગનાં શહેરોમાં પાણીની સમસ્યાઓ રહે તેની સંભાવનાઓ ઘણી ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.