Not Set/ પી.ચિદમ્બરમની CBI કસ્ટડી આજે થાય છે પૂર્ણ, મળશે જેલ કે બેલ, કોર્ટ પર રહેશે નજર

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી આજે સમાપ્ત થાય છે. ચિદમ્બરમની કસ્ટડી વધારવામાં આવશે કે તેને આઝાદી મળશે આ વિષય પર સીબીઆઈની વિશેષ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. આ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટમાં જબરદસ્ત દલીલો થઈ હતી. ચિદમ્બરમનાં વકીલે અદાલતમાં અપીલ કરી હતી કે તે જામીન માટે નીચલી અદાલતમાં જઈ શકે છે. કપિલ સિબ્બલે […]

Top Stories India
P chidambaram પી.ચિદમ્બરમની CBI કસ્ટડી આજે થાય છે પૂર્ણ, મળશે જેલ કે બેલ, કોર્ટ પર રહેશે નજર

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી આજે સમાપ્ત થાય છે. ચિદમ્બરમની કસ્ટડી વધારવામાં આવશે કે તેને આઝાદી મળશે આ વિષય પર સીબીઆઈની વિશેષ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. આ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટમાં જબરદસ્ત દલીલો થઈ હતી. ચિદમ્બરમનાં વકીલે અદાલતમાં અપીલ કરી હતી કે તે જામીન માટે નીચલી અદાલતમાં જઈ શકે છે. કપિલ સિબ્બલે કહ્યું હતું કે કોર્ટ ઇચ્છે તો તેમને હાઉસ અરેસ્ટ પર મોકલી શકે છે.

અટકાયતનો સમયગાળો પૂરો થતાં સીબીઆઈએ તેમને સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. ચિદમ્બરમનાં વકીલે કસ્ટડી સામે અરજી કરી હતી. પરંતુ સીબીઆઈએ તેનો વિરોધ કર્યો. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે કાયદાની નજરે દરેક વ્યક્તિ સમાન છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ મામલે જે નિર્ણય લીધો તેનો જવાબ આપવા માટે સીબીઆઈને સમયની જરૂર છે. જો આવું ન થાય તો તપાસ એજન્સી માટે તે યોગ્ય રહેશે નહીં.

ઇડી કેસમાં ધરપકડ ટાળવા ચિદમ્બરમને 5 સપ્ટેમ્બર સુધી રાહત મળી છે. તેમના વકીલે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે રિમાન્ડ પર અંતિમ સુનાવણી ન થાય ત્યાં સુધી તેમને જેલ મોકલવામાં ન આવે. આ માટે તેમણે નજરકેદનો વિકલ્પ સામે રાખ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીની અવગણના કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.