Not Set/ નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસમાં આવ્યો વળાંક, આ દોષીએ કહ્યુ હુ તો…

નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાનાં કેસમાં ફાંસીની સજા ભોગવતા ચાર આરોપીઓમાંના એક પવનકુમાર ગુપ્તાએ બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે, ડિસેમ્બર 2012 માં ગુના સમયે તે સગીર હતો, અને આજે તેની અરજી પર સુનાવણી ન્યાયાધીશ સુરેશકુમાર કૈટની બેંચ કરશે, પવન કુમાર ગુપ્તાએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે તપાસ અધિકારી તેની ઉંમર નક્કી કરવા […]

Top Stories India
Death penalty નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસમાં આવ્યો વળાંક, આ દોષીએ કહ્યુ હુ તો...

નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાનાં કેસમાં ફાંસીની સજા ભોગવતા ચાર આરોપીઓમાંના એક પવનકુમાર ગુપ્તાએ બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે, ડિસેમ્બર 2012 માં ગુના સમયે તે સગીર હતો, અને આજે તેની અરજી પર સુનાવણી ન્યાયાધીશ સુરેશકુમાર કૈટની બેંચ કરશે, પવન કુમાર ગુપ્તાએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે તપાસ અધિકારી તેની ઉંમર નક્કી કરવા માટે હાડકા સંબંધી તપાસ કરી નહોતી.

તેણે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ મુક્તિનો દાવો કર્યો છે, જેની કલમ 7A માં જોગવાઈ છે કે સગીર કોઈ પણ કોર્ટમાં દાવો કરી શકે છે. આ મુદ્દો ગમે ત્યારે ઉભો થઈ શકે છે, આ કેસનાં અંતિમ સમાધાન બાદ પણ આ મુદ્દાને ઉઠાવી શકાય છે, જણાવી દઇએ કે, પવનને મોતની સજા સંભળાવવામાં આવી છે અને હાલમાં તે તિહાર જેલમાં બંધ છે.

આપને જણાવી દઇએ કે, બુધવારે સુપ્રીમ કોર્ટે નિર્ભયા કેસનાં ચાર દોષિતોમાંથી એક અક્ષયની સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટનાં આ નિર્ણય બાદ તુરંત જ પટિયાલા હાઉસ કોર્ટમાં આ કેસ સંબંધિત બીજી અરજીની સુનાવણી થઈ. દરમિયાન અદાલતે તિહાર જેલ પ્રશાસનને દોષિતોને તાકીદે નોટિસ મોકલવાનો નિર્દેશ આપ્યો હતો જેમાં તેઓ રાષ્ટ્રપતિને દયાની અરજી મોકલવા માગે છે. કોર્ટમાં આ કેસમાં હવે પછીની સુનાવણી 7 જાન્યુઆરીએ થશે.

નોંધપાત્ર વાત એ છે કે નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસમાં જેલમાં છ ગુનેગારોમાંથી એકનું મોત નીપજ્યું હતુ, જ્યારે એક સગીર દોષી જેલની સજા નિકાળીને બહાર આવી ચુક્યો છે, ત્યારે 16 ડિસેમ્બર 2012 ની રાત્રે આ બર્બર ઘટનાથી રાષ્ટ્ર સ્તબ્ધ થઈ ગયુ હતુ, એક લાંબી કાનૂની પ્રક્રિયા પછી, આ બાબત તેના અંત સુધી પહોંચી રહી હોય તેવું લાગી રહ્યુ છે. સામુહિક દુષ્કર્મ અને હત્યાનાં આ કેસમાં દોષિત મુકેશ, પવન શર્મા, અક્ષય ઠાકુર અને વિનય શર્માને ફાંસીની સજા આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.