મધ્યપ્રદેશમાં કાયદાની સ્થિતિ શું છે તેનાથી સૌ કોઇ આજે ચિંતિત છે. મધ્યપ્રદેશનાં ખરાબ કાયદા અને વ્યવસ્થાની વચ્ચે રાજ્યનાં ડીજીપી વી કે સિંહે મોટુ નિવેદન આપ્યુ છે. રાજ્યમાં વધતા અપહરણને ધ્યાનમાં રાખીને ડી.જી.પી.એ જણાવ્યું હતું કે, એક નવો ટ્રેંડ છોકરીઓને મળી રહેલી વધુ આઝાદીનાં કારણે જોવા મળી રહ્યો છે. ડીજીપીએ જણાવ્યું હતું કે, આજકાલ છોકરીઓ શાળા અને કોલેજોમાં જઇ રહી છે, જેથી છોકરાઓ સાથે તેમની વાતચીત વધી છે.
ડી.જી.પીએ વધુમાં કહ્યુ કે, નવા ટ્રેડ મુજબ હવે છોકરીઓ શાળા અને કોલેજોમાં છોકરાઓ સાથે વાતચીત કરતી હોય છે જેના કારણે ઘરમાંથી છોકરીઓની ભાગી જવાના મામલામાં વધારો થયો છે. પરંતુ, આ કિસ્સાઓમાં પરિવારનાં લોકો અપહરણનો કેસ નોંધાવે છે. આપને જણાવી દઇએ કે ડી.જી.પી. દ્વારા એવા સમયે નિવેદન આપવામાં આવ્યું છે કે જ્યારે મહિલાઓથી સંબંધિત ગુનામાં વધારા પર જાગૃતતા માટે તે પોતે ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં નિરિક્ષણ કરી રહ્યા છે. આ સંદર્ભમાં રાજ્યનાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રથમ પ્રાથમિકતા ગુના ઉપર નિયંત્રણનું છે. સરકાર સ્પષ્ટપણે માને છે કે જો કોઈ વિસ્તારમાં ગુનાની ઘટના થાય તો, તે નાનાથી લઇને વરિષ્ઠ અધિકારીની જવાબદારી રહેશે. સરકાર રાજ્યનાં લોકોનાં રક્ષણ અને સલામતી માટે પ્રતિબદ્ધ છે.
https://twitter.com/ANI/status/1147716778115645440
તમને જણાવી દઇએ કે, ભોપાલમાં આઠ વર્ષીય છોકરી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે આવ્યા બાદ ડીજીપીનું આ નિવેદન સામે આવ્યુ છે. રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા બહાર પાડેલા આંકડા મુજબ, 2016 માં મધ્ય પ્રદેશનાં બાળકોની વિરુદ્ધ 6016 ગુના થયા હતા. આ કિસ્સામાં, ભાજપનાં પ્રવક્તા રાહુલ કોઠારી કહે છે કે રાજ્ય ડીજીપીને આવા નિવેદનો ટાળવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.