Not Set/ ભારત અંતરીક્ષમાં મોકલશે માનવ મિશન, આ મિશનનું નેતૃત્વ કરશે આ મહિલા વૈજ્ઞાનિક

ભારતનાં રોકેટ પ્રોગ્રામને તૈયાર કરવામાં જેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી એ નામ છે વૈજ્ઞાનિક વી.આર. લલીતામ્બિકા. હ્યુમન સ્પેસ ફ્લાઈટ પ્રોગ્રામની જવાબદારી આ બાહોશ મહિલા વૈજ્ઞાનિક ને સોપવામાં આવી છે. 15 ઓગસ્ટના રોજ દેશનાં સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી મોદીએ એલાન કર્યું હતું કે વર્ષ 2022માં ભારત અંતરીક્ષમાં માનવ મિશન મોકલશે. આ મિશન પર લગભગ 10 હજાર કરોડ […]

Top Stories India
ISRO reu ભારત અંતરીક્ષમાં મોકલશે માનવ મિશન, આ મિશનનું નેતૃત્વ કરશે આ મહિલા વૈજ્ઞાનિક

ભારતનાં રોકેટ પ્રોગ્રામને તૈયાર કરવામાં જેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી એ નામ છે વૈજ્ઞાનિક વી.આર. લલીતામ્બિકા. હ્યુમન સ્પેસ ફ્લાઈટ પ્રોગ્રામની જવાબદારી આ બાહોશ મહિલા વૈજ્ઞાનિક ને સોપવામાં આવી છે. 15 ઓગસ્ટના રોજ દેશનાં સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી મોદીએ એલાન કર્યું હતું કે વર્ષ 2022માં ભારત અંતરીક્ષમાં માનવ મિશન મોકલશે. આ મિશન પર લગભગ 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. દેશ માટે આ એક ગર્વની વાત છે કે આટલા મહત્વના માનવ મિશનનું નેતૃત્વ એક મહિલા વૈજ્ઞાનિક નાં હાથે થશે.

લોન્ચ વેહિકલ ટેકનોલોજીમાં યોગદાન માટે લલીતામ્બિકા ને એસ્ટ્રોનોટીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાનો એક્સેલેન્સ અવોર્ડ પ્રાપ્ત થયેલો છે. હવે તેઓ અંતરીક્ષ પરનાં ભારતનાં માનવ મિશન નું નેતૃત્વ કરશે. જો આ અભિયાન સફળ રહ્યું તો રશિયા,ચીન અને અમેરિકા બાદ સફળતાની આ ઉચાઇ હાસિલ કરવાવાળો ભારત દેશ ચોથો દેશ બનશે.

Untitled design 1 e1534775652109 ભારત અંતરીક્ષમાં મોકલશે માનવ મિશન, આ મિશનનું નેતૃત્વ કરશે આ મહિલા વૈજ્ઞાનિક

રોકેટના ઓટોપાયલેટ્સ બનવાનાં કામનું પણ તેઓ નેતૃત્વ કરી ચુક્યા છે. લલીતામ્બિકાએ જીયો સિંક્રોનસ  સેટેલાઈટ લોન્ચ વેહિકલ એમકે-3 ની ડીઝાઇન રીવ્યુ ટીમનું નેતૃત્વ કર્યું છે.

તેઓ તિરુવનંતપુરમ સ્થિત વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર પણ રહી ચુક્યા છે. ઈસરો ના હાલનાં ચેરમેન કે.સીવાન એ દરમ્યાન સ્પેસ સેન્ટરના નિદેશક હતા.

Representative image 13 e1534775785951 ભારત અંતરીક્ષમાં મોકલશે માનવ મિશન, આ મિશનનું નેતૃત્વ કરશે આ મહિલા વૈજ્ઞાનિક

લલીતામ્બિકા 1988માં વીએસસીસીમાં શામિલ થયા હતા. તેઓ આ કેન્દ્રમાં કન્ટ્રોલ, ગાઈડેન્સ અને સાઈમુલેશન રીસર્ચ વર્ક હેન્ડલ કરતા હતા. સામાન્ય શબ્દોમાં કહીએ તો રોકેટ ઉડાડવાની જવાબદારી એમના ખભે રહેતી હોય છે.

ઈસરોએ 2004માં હ્યુમન સ્પેસ ફ્લાઈટનો પ્લાન બનાવ્યો હતો. ત્યાર પછીથી જ સ્પેસ એજન્સી એવી ટેકનોલોજીને વિકસાવવાના કામ પર લાગી ગઈ છે.

અંતરીક્ષની કક્ષામાં જે કેપ્સુલ માણસને લઈને પ્રવેશ કરે છે એ કેપ્સુલ ખુબ મહત્વપૂર્ણ છે.

Indian HSF2 e1534775689552 ભારત અંતરીક્ષમાં મોકલશે માનવ મિશન, આ મિશનનું નેતૃત્વ કરશે આ મહિલા વૈજ્ઞાનિક

ઈસરો પ્રોટોટાઇપના મારફતે આ કેપ્સુલનું સફળતા પૂર્વક પ્રદર્શન કરી ચુક્યું છે. જુલાઈમાં એમણે પેડ અબોર્ટ ટેસ્ટ (PAD) પણ કર્યો હતો . આ ક્રૂ મોડેલ છે જે રોકેટના નાકામ થવા પર કેપ્સુલને રોકેટ થી અલગ કરી દે છે.

લલીતામ્બિકા પર આ પ્રકારની ઘણી ટેકનોલોજી તૈયાર કરવાની અને એનું પરીક્ષણ કરવાની જવાબદારી છે.

લલીતામ્બિકા દેશનાં પહેલાં માનવ મિશન માટે ખાનગી ક્ષેત્રોનો પણ સહયોગ લેશે. આ સિવાય તેઓ એક્સપર્ટ, ભારતીય વાયુ સેના, ડીઆરડીઓ અને વિદેશી સંસ્થાનો સાથે મળીને કામ કરશે.

રક્ષા મંત્રી અને વિદેશ મંત્રીની જવાબદારી એક મહિલાના હાથે સોપ્યા બાદ અંતરીક્ષના આ મહત્વપૂર્ણ મિશનની જવાબદારી પણ એક મહિલાના હાથે સોપવી એ દેશ માટે ગર્વની વાત છે.