Not Set/ પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ પર ભારત ઉભી કરશે અદ્રશ્ય ઇલેક્ટ્રોનિક દીવાલ, વાંચો આ રીતે કરશે કામ

નવી દિલ્લી પાકિસ્તાનની ઘુષણખોરીને નાકામયાબ બનાવવા માટે ભારતે આંતરરાષ્ટ્રીય સીમા પર ઇલેક્ટ્રોનિક દીવાલ ઉભી  કરી દીધી છે. જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સીમાના બે ભાગમાં આ પ્રકારની સીસ્ટમનું પ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું છે. આ સિસ્ટમની મદદથી જમીન, પાણી અને હવામાં એક અદ્રશ્ય ઇલેક્ટ્રોનિક બેરીયર હશે જેની મદદથી ઘુષણખોરીને રોકવા માટેની મદદ મળી જશે. ભારતના ગૃહમંત્રી રાજનાથસિંહે સોમવારના […]

Top Stories India Trending
BN OB594 ipak J 20160518044114 પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ પર ભારત ઉભી કરશે અદ્રશ્ય ઇલેક્ટ્રોનિક દીવાલ, વાંચો આ રીતે કરશે કામ

નવી દિલ્લી

પાકિસ્તાનની ઘુષણખોરીને નાકામયાબ બનાવવા માટે ભારતે આંતરરાષ્ટ્રીય સીમા પર ઇલેક્ટ્રોનિક દીવાલ ઉભી  કરી દીધી છે. જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સીમાના બે ભાગમાં આ પ્રકારની સીસ્ટમનું પ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું છે. આ સિસ્ટમની મદદથી જમીન, પાણી અને હવામાં એક અદ્રશ્ય ઇલેક્ટ્રોનિક બેરીયર હશે જેની મદદથી ઘુષણખોરીને રોકવા માટેની મદદ મળી જશે.

ભારતના ગૃહમંત્રી રાજનાથસિંહે સોમવારના રોજ જમ્મુમાં બે પ્રોજેક્ટને લોન્ચ કરશે. જેમાના એક પ્રોજેક્ટમાં જમ્મુમાં ૫.૫ કિમી બોર્ડરનું કવર લગાવવામાં આવશે. આ સિસ્ટમને કોમ્પ્રીહેન્સીવ ઇન્ટીગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ નામ આપ્યું છે.

 આ રીતે કામ કરે છે સિસ્ટમ

હમણાં છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન તરફથી રાતના સમયે ઘુષણખોરી વધી ગઈ છે. જે વિસ્તાર સમતલ નથી ત્યાં ઘુષણખોરી વધુ થાય છે. આ સિસ્ટમમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં થર્મલ ઇમેજર, ઇન્ફા-રેડ અને લેઝર  એલાર્મની સુવિધા હશે. આ સુવિધાની મદદથી દરેક જગ્યાનું ધ્યાન રાખી શકાશે. ઘુષણખોરીની ભનક લગતા તે સુરક્ષાબળને તરત જાણ કરી દેશે.

સુરંગ ખોદશે તો પકડાઈ જશે

ઘણા ઘુષણખોરી સુરંગ ખોદીને ભારતમાં આવવા માટેના પ્રયત્ન કરતા હોય છે પંરતુ હવે તે શક્ય બનશે નહિ. સુરંગ, રડાર અને સોનાર સિસ્ટમ દ્વારા બોર્ડરની નજીકની સીમાને સુરક્ષિત કરવામાં આવશે. કમાંડ અને કંટ્રોલ સિસ્ટમ તેનો ડેટા સુરક્ષાદલને આપશે અને તેઓ તરત કાર્યવાહી કરી શકશે.

ભારતમાં પ્રથમ વખત આવી ટેક્નોલોજી

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં ઇન્ટીગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ પર આધરિત આ પ્રથમ વાડ છે. જે જગ્યાએ ફીઝીકલ સર્વિસ શક્ય નથી ત્યાં આ પ્રકારની સિસ્ટમ ઘણી કામમાં લાગશે.

ટેકનીકલ સાથ મળવાને લીધે સુરક્ષાબળની તાકત વધી જશે.

સુરક્ષા માટે નવી ટેક્નોલોજી

જે બે વિસ્તારમાં ઘુષણખોરી વધારે થાય છે તે જગ્યાએ આ સિસ્ટમ મુકવામાં આવશે. સોમવારે આ નેટવર્ક કામ કરવાનું શરુ કરી દેશે. ઇન્ફા-રેડ અને લેઝર ડિટેકશન દ્વારા જમીન અને નદીના આસપાસના વિસ્તારમાં એક અદ્રશ્ય દીવાલ બનાવવામાં આવશે. જયારે સોનાર સિસ્ટમ દ્વારા નદીના રસ્તે થતી ઘુષણખોરી અટકાવી શકાશે. આ ટેકનોલોજી માત્ર જમીન પર જ નહિ પરંતુ આકાશમાં થતી હિલચાલને પણ નજરમાં રાખશે. સુરંગના રસ્તામાં ઘુષણખોરી રોકવા માટે અન્ડરગ્રાઉન્ડ સેન્સર લગાવવામાં આવશે જે ૨૪ કલાક કાર્યરત રહેશે.