New Delhi/ શું દેશમાંથી પેટ્રોલ-ડીઝલની વિદાયનો સમય આવી ગયો છે? આ કેન્દ્રીયમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે, વિજળીને ઈંધણના રૂપમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જે આવનારા સમય માટે શુભ સંકેત છે. નીતિન ગડકરીએ કહ્યું કે, અમારું મંત્રાલય વૈકલ્પિક ઈંધણ પર જોરશોરથી કામ કરી રહ્યું છે.

Top Stories India
a 203 શું દેશમાંથી પેટ્રોલ-ડીઝલની વિદાયનો સમય આવી ગયો છે? આ કેન્દ્રીયમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

ભારતમાં વર્ષ ૨૦૨૧ની શરૂઆતથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ભડકો થઇ રહ્યો છે અને ઇંધણના ભાવ દરરોજ નવા નવા રેકોર્ડ તોડી રહ્યા છે. અ સ્થિતિમાં ઘણા રાજ્યોમાં, પેટ્રોલના ભાવ પ્રતિ લીટર 100 રૂપિયા સુધી પહોંચવા લાગ્યા છે. પરંતુ સરકાર કિંમતોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ નવા વિકલ્પની હિમાયત કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે દેશમાં વૈકલ્પિક ઇંધણોની ભારપૂર્વક હિમાયત કરતાં કહ્યું હતું કે, દેશમાં વૈકલ્પિક ઇંધણોનો સમય આવી ગયો છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે, વિજળીને ઈંધણના રૂપમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જે આવનારા સમય માટે શુભ સંકેત છે. નીતિન ગડકરીએ કહ્યું કે, અમારું મંત્રાલય વૈકલ્પિક ઈંધણ પર જોરશોરથી કામ કરી રહ્યું છે. મારું સૂચન છે કે, હવે દેશમાં વૈકલ્પિક ઈંધણનો સમય આવી ગયો છે. હું પહેલેથી જ ફ્લુઅલ માટે ઈલેક્ટ્રિસિટીને મહત્વ આપવાની વાત કરી રહ્યો છું, કેમકે આપણી પાસે સરપ્લસ વિજળી છે.

ભારતમાં જ બની રહી છે 81% લિથિયમ-આયન બેટરી

કેન્દ્રિય સડક પરિવહન અને રાષ્ટ્રીય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આપણે ભારતમાં 81 ટકા લિથિયમ આયન બેટરી બનાવીએ છીએ. લિથિયમ આયનના વિકલ્પ માટે મારા મંત્રાલયે પહેલ કરી છે. તમામ સરકારી પ્રયોગશાળાઓમાં આ અંગે સંશોધન ચાલી રહ્યું છે. આ સિવાય મંત્રાલય હાઇડ્રોજન ઇંધણને પમ વિકસિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

હાલમાં દેશમાં રૂ .8 લાખ કરોડના અવશેષ ઇંધણની આયાત થાય છે. તેમણે કહ્યું કે સમસ્યા એ છે કે વૈશ્વિક બજારમાં અશ્મિભૂત ઇંધણના ભાવ વધી રહ્યા છે અને અશ્મિભૂત ઇંધણનો 70 ટકા હિસ્સો ભારતમાં આયાત કરવામાં આવે છે. ગડકરીએ કહ્યું કે તેમણે તાજેતરમાં જ બાયો-સીએનજી સંચાલિત ટ્રેકટરો રજૂ કર્યા હતા. તેનો ઉપયોગ સ્ટ્રો માટે બળતણ, શેરડીનો બગલો, કપાસના પાકના અવશેષો તરીકે થઈ શકે છે. તેમણે કહ્યું, “આપણે વૈકલ્પિક બળતણ ઉદ્યોગને ઝડપથી વેગ આપવાની જરૂર છે અને તમિળનાડુ કૃષિ ક્ષેત્રનું મહત્વનું રાજ્ય છે.”

ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશના અનેક ભાગમાં પેટ્રોલ 100 રુપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ આજે 89.29 છે, જ્યારે ડીઝલનો ભાવ 79.70 પ્રતિ લીટર છે. તો આ તરફ મુંબઇમાં પેટ્રોલની કિંમત વધીને 95.75 રુપિયા અને ડીઝલની કિંમત 86.72 રુપિયા પ્રતિ લીટર થઇ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ