Not Set/ U-19 World Cup IND vs PAK/ ફાઈનલની ટિકિટ મેળવવા માટે ભારતને મળ્યું 173 રનનું લક્ષ્ય

ભારત અને પાકિસ્તાનની મેચ જ્યારે પણ રમાય તેને જોવાની મજા હંમેશા આવતી હોય છે, પરંતુ આ મજાને આજે પાકિસ્તાની બેટ્સમેનોની ધીમી બેટિંગે આ મજાને ખરાબ કરી છે. આપને જણાવી દઇએ કે, પાકિસ્તાને અંડર 19 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ભારતને 173 રનનો ટાર્ગેટ આપ્યો છે. India U19 bowl out Pakistan U19 for 172. A brilliant effort […]

Top Stories Sports
India vs Pakistan 1 U-19 World Cup IND vs PAK/ ફાઈનલની ટિકિટ મેળવવા માટે ભારતને મળ્યું 173 રનનું લક્ષ્ય

ભારત અને પાકિસ્તાનની મેચ જ્યારે પણ રમાય તેને જોવાની મજા હંમેશા આવતી હોય છે, પરંતુ આ મજાને આજે પાકિસ્તાની બેટ્સમેનોની ધીમી બેટિંગે આ મજાને ખરાબ કરી છે. આપને જણાવી દઇએ કે, પાકિસ્તાને અંડર 19 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ભારતને 173 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ભારતને આ ટાર્ગેટ સુધી પહોંચતા જ તેને ફાઈનલની ટિકિટ મળી જશે. જો કે આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત પહેલા જ ખરાબ રહી હતી જે અંતે 172 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતની બોલિંગની સામે પાકિસ્તાની બેટ્સમેનો રન બનાવવા માટે મહેનત કરતા જોવા મળ્યા હતા, પરંતુ ચુસ્ત બોલિંગનાં દમ પર ભારતે પાકિસ્તાનને 172 રને રોકી પોતાની અડધી જીત પાક્કી કરી દીધી છે.

પાકિસ્તાન:

હૈદર અલી, મોહમ્મદ હુરૈરા, રોહેલ નઝીર (કેપ્ટન અને વિકેટકીપર), ફહાદ મુનીર, કાસિમ અકરમ, મોહમ્મદ હારિસ, ઇરફાન ખાન, અબ્બાસ આફ્રિદી, તાહિર હુસૈન, આમિર અલી, મોહમ્મદ અમીર ખાન.

ભારત:

યશસ્વી જયસ્વાલ, દિવ્યાંશ સક્સેના, તિલક વર્મા, પ્રિયમ ગર્ગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), સિદ્ધેશ વીર, અથર્વ અંકોલેકર, રવિ બિશ્નોઇ, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, આકાશ સિંહ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.