Cyber Crime Cell/  સાયબર સેલના અધિકારીના નામે છેતરપિંડી

ખાનગી ઈન્સ્ટીટ્યુટના પ્રમખને તેના ખાતામાંથી આતંકી ફંડમાં પૈસા વપરાયા છે કહીને ડરાવ્યો

Gujarat Top Stories
Beginners guide to 59 3  સાયબર સેલના અધિકારીના નામે છેતરપિંડી

 

Gujarat News : અમદાવાદ સ્થિત એક ખાનગી ઈન્સ્ટિટ્યુટના પ્રમુખને કોઈ અજાણ્યા ગઠિયાઓ ફોન કરીને પોતાની ઓળખ સાયબર ક્રાઈમ સેલના અધિકારીઓ તરીકેની આપી હતી. બાદમાં તેમના એકાઉન્ટમાંથી આતંકવાદી ફંડમાં નાણાં વપરાયા હોવાનું કહીને અંદાજે 1.15 કરોડ પડાવી છેતરપિંડી કરવામાં આવી હતી.

આ બનાવની વિગત મુજબ અમદાવાદની માઈકા ઈન્સ્ટિટ્યુટના પ્રમુખ શૈલેન્દ્ર રાજ મહેતાને 20 માર્ચના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં તેમને ફોન કરનારે કહ્યું હતું કે તે કુરિયર કંપનીમાંથી બોલે છે અને તેમના નામથી એક પાર્સલ તાઈવાન મોકલવામાં આવ્યું છે. આ પાર્સલ મુંબઈ કસ્ટમ દ્વારા અચકાવવામાં આવ્યું છે. કારણકે તેમાં પાસપોર્ટ, લેપટોપ, કપડા, મોબાઈલ અને એમડી ડ્રગ્સ છે. આ બબતે તમે ખરાઈ કરવા માંગો છો એમ તેણે પુછ્યું હતું.

થોડીવાર બાદ હોટલાઈન પર સાયબર સેલના અધિકારી છે એમ કહીને કોલ ટ્રાન્સફર કર્યો હતો. કોલ ટ્રાન્સફર કરતા અન્ય એક વ્યક્તિએ પોતાનું નામ પ્રકાશ હોવાનું અને સાયબર સેલના અધિકારી છે, એવી ઓળખ આપી હતી. પ્રકાશે બાદમાં શૈલેન્દ્ર રાજ મહેતાને જણાવ્યું હતું કે કોઈ શખ્સે 300 થી 400 જેટલા ફ્રોડ એકાઉન્ટ ખોલાવ્યા છે જેમાં કેટલાક જાણીતા લોકોના પણ ખાતા છે. અત્યારસુધીમાં અમે 10 થી 12 બેન્ક મેનેજરને પકડ્યા છે. કારણકે બેન્ક મેનેજરની મદદ દ્વારા સીમ કાર્ડ ક્લોન કરવામાં આવતા હતા. જેમાં તમારા નામના પણ બેથી ત્રણ એકાઉન્ટ છે. તે સિવાય અત્યારે ફોન પણ રેકોર્ડ થાય છે માટે તમે સ્કાઈપ પર વાત કરો.

શૈલેન્દ્ર મહેતાએ સ્કાઈપ પર વાત કરવાનું કહેતા તેમને સીબીઆના લોગો વાળો લેટર પણ મોકલી આપ્યો હતો. બીજીતરફ લેટર મોકલનારે પણ તેની ઓળખ એન્ફેર્સમેન્ટ એજન્સી તરીકેની આપી હતી. તેણે કહ્યું કે તમારો અને તમારા પરિવારના જીવ જોખમમાં છે. તેણે કહ્યું કે તમે ઘરે જાવ અને ફોન ચાલુ રાખજો. જેને કારણે સૈલેન્દ્રબાઈ ફોન ચાલુ રાખ્યો હતો.

બીજે દિવસે બાલસિંહ રાજપૂત નામના શક્સે પોતે સાયબર સેલના અધિકારી હોવાનું કહી વાત કરીને એક કલાકમાં સીબીઆના નામ તથા લોગો વાળુ વોરન્ટ સ્કાઈપ પરથી મોકલ્યું હતું. ઉપરાંત વોરન્ટ મોકલનાર જ્યાર્જ મેથ્યુ નામના શખ્સે પોતાની ઓળખ નકલી ઓફિસર બનીને અન્ય એક શખ્સે વાત શરૂ કરી હતી.

મેથ્યુએ કહ્યું કે તમારા આઈસીઆસીઆઈ બેન્કના ખાતામાંથી ઘણા ટ્રાન્ઝેક્શન થયા ચે પણ હાલમાં તમારા એકાઉન્ટમાં દેખાતા નથી જોકે આરબીઆના સર્વરમાં દેખાય છે. તમને હું બેન્કના ટ્રાન્ઝેક્શન જોવા પીએનબી બેન્કના ફુટ ટ્રેડર્સ અને શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ નામના બે એકાઉન્ટમાં અમે કહીએ તે મુજબની રકમ ટ્રાન્સફર કરવી પડશે. જેથી આરબીઆના સર્વરમાં જઈને તમે અગાઉના ટ્રાન્ઝ્ક્શન જોઈ શકશો. જે નાણાં તમે જમા કરશો તે 15 મિનીટમાં તમારા ખાતામાં પરત જમા થઈ જશે.

આ પ્રકારે આરોપીઓએ શૈલેન્દ્ર મહેતાના એકાઉન્ટમાંથી ફુટ ટ્રેડર્સ નામના ખાતામાં એક કરોડ અને સિવમ ટેરિટેબલ ટ્રસ્ટના એકાઉન્ટમાં 15.11  લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જોકે પૈસા જમા કર્યા બાદ મહેતાએ પરત પૈસા માંગતા તેમણે આપ્યા ન હતા. મહેતાને શંકા જતા બેન્કમાં તપાસ કરી હતી. તેમને બેન્કમાંથી જાણવા મળ્યું કે તેમણે જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા તેમાંથી અલગ અલગ એકાઉન્ટમાં પૈસા પહોંચી ગયા છે. અંતે તેમને છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેમણે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર

આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી