ઉજવણી/ નડિયાદ રેલ્વે સ્ટેશન પર મુસાફરોને પાણી પીવડાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરતા RPF જવાનો

આરપીએફ જવાનોએ જણાવ્યા અનુસાર દેશની આઝાદી નાં ૭૫ વર્ષની આ ઉજવણી આગામી 15 ઓગસ્ટ સુધી ચાલશે અને ત્યારપછી પણ જનસેવા ચાલુ રાખવામાં આવશે.

Top Stories Gujarat Others
ખેડા

ખેડા જિલ્લાના નડિયાદ રેલવે સ્ટેશન પર આરપીએફ પોલીસ જવાનો દ્વારા રેલવે યાત્રીઓને ઠંડુ પાણી પીવડાવે સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. આ એ ઉજવણી નાં ભાગ રૂપે હતું.

ખેડા

નડિયાદ આરપીએફ (રેલ્વે પ્રોટેક્શન ફોર્સ) સ્ટાફ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે તારીખ 13 6 2022 થી લઇ 15 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરપીએફ પોલીસ દ્વારા વૃક્ષારોપણ, નડિયાદ રેલવે સ્ટેશન પર આવનારા યાત્રીઓને ઠંડું પાણી પીવડાવવાનું  તથા રેલવે સ્ટેશન પર સાફ સફાઈ અભિયાન જેવા વિવિધ કાર્યક્રમો 15 ઓગસ્ટ સુધી થનાર છે. આરપીએફની આ આયોજનને જન કલ્યાણ હેતુ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ખેડા

સરકાર કોઈ કાર્યક્રમ કરવા માટે હુકમ કરે અને તે કરવામાં આવે એવું નહિ પરંતુ સ્વનો અવાજ સાંભળી, દેશની આઝાદીનાં ૭૫ વર્ષને ઉજવવા માટે ખુશી વ્યક્ત કરવા માટે ખેડા જિલ્લાનાં નડિયાદ રેલ્વે સ્ટેશન ઉપર આરપીએફ જવાનોએ જનસેવાને મંત્ર બનાવી રેલ્વે સ્ટેશનની સફાઈ તેમજ રેલ્વે સ્ટેશન ઉપર આવતા મુસાફરોને ઠંડુ પાણી પીવડાવવાનું નક્કી કર્યું હતું. આરપીએફ જવાનોએ જણાવ્યા અનુસાર દેશની આઝાદીની આ ઉજવણી  આગામી 15 ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ, રેલ્વે રેલ્વે સ્ટેશનની સાફ સફાઈ અને ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને પાણી પીવડાવવાની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે.

આ પણ વાંચો : 4G કરતા 10 ગણું ઝડપી 5G ટૂંક સમયમાં આવશે : કેબિનેટે સ્પેક્ટ્રમની હરાજીને આપી મંજૂરી