સાનફ્રાન્સિસ્કો,
સોશિયલ નેટવર્કીંગ સાઈટ ફેસબુક સ્વીકાર્યું છે કે બ્રિટિશ રાજકીય કન્સલ્ટન્સી કંપની કેમ્બ્રિજ ઍનાલિટિકાએ 8 કરોડ 70 લાખથી વધુ ફેસબુકના વપરાશકર્તાઓની ખાનગી માહિતીનો ખોટો ઉપયોગ કર્યો છે. ફેસબુકના મુખ્ય ટેક્નોલોજી અધિકારી માઇક સ્ક્ર્રોફરે વિવિધ મીડિયા જૂથો તરફના દાવા કરતા વધુ સંખ્યાઓની માહિતીની આપી છે, તેના કૉર્પોરેટ બ્લોગ પોસ્ટ પરથી માનવામાં આવે છે કે 8 કરોડ 70 લાખ લોકોની માહિતી કેમ્બ્રિજ ઍનાલિટિકા સાથે ખોટી રીતે શેર કરી છે.
માઇક સ્ક્ર્રોફરે જણાવ્યું હતું કે કંપનીના વપરાશકર્તાઓની વ્યક્તિગત માહિતી પર વધુ નિયંત્રણ માટે કડક પગલાં લેવામાં આવશે. કંપનીએ ત્રીજા પક્ષના એપ ડેવ્લેપર્સ માટે ઉપલબ્ધ વ્યક્તિગત માહિતી પણ પ્રતિબંધિત કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, 8 કરોડ 70 લાખ વપરાશકર્તાઓ મોટા ભાગના અમેરિકાના છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકી અને બ્રિટીશ મીડિયાએ ગત માસે દાવો કર્યો હતો બ્રિટીશ કન્સલ્ટન્સી કંપની કેમ્બ્રિજ ઍનલિટિકાએ પાંચ કરોડ ફેસબુક ઉપયોગકર્તાઓનો ડેટા અમેરિકી રાષ્ટ્રપતિની ચુંટણીમાં ખોટી રીતે ઉપયોગ કર્યો હતો. અમેરીકામાં 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ કંપનીની સેવા લીધી હતી. ફેસબુકે કરોડો ઉપયોગકર્તાઓના ડેટા લિક થવાના ખુલાસા પછી લોકોનાખાનગી ડેટા પર વધારે નિયંત્રણ આપવા માટે માર્ચના છેલ્લા પદવ સુધી ઘણા બદલાવોની ઘોષણા કરી છે. ગત 17 માર્ચે ફેસબુકનો ડેટા લિક થવાની ગોપનીય રીપોર્ટ પછી કંપનીને શેરબઝારમાં 100 અરબ ડોલરથી વધારેનું નુકશાન થયું હતું. ડેટા લીકના ખુલાસા પછી ફેસબુકના શેરોમાં લગભગ 18 પ્રતિશતની ખોટ આવી છે.
કંપનીના ચીફ પ્રાઇવેસી ઓફિસર એરિન એગાનએ જણાવ્યું હતું કે ફેસબુકના મુખ્ય કાર્યકરી અધિકારી માર્ક ઝકરબર્ગની પાછલા અઠવાડીયાની ઘોષણા પ્રમાણે તે આવતા અઠવાડીયે કાંઇક એવા બદલાવો કરશે જેનાથી ઉપયોગકર્તાઓને પોતાની નિજી જાણકારી પર વધારે નિયંત્રણ આપવામાં આવશે. આ સિવાય ફેસબુક પર પ્રાઈવેસી સેટિંગ અને મેન્યુને પણ સરળ બનાવવામાં આવશે જેથી ઉપયોગકર્તા તેમાં સરળતાથી બદલાવો કરી શકે.
ફેસબુકમાં નવું શોર્ટકટ મેન્યુ પણ બનાવવામાં આવી રહ્યું છે, જેથી ઉપયોગકર્તાઓને પોતાના એકાઉન્ટ અને નિજી જાણકારી પર પહેલથી વધારે નિયંત્રણ રાખી શકશે. આ અંતર્ગત ઉપયોગકર્તા એ કોઈ પણ વસ્તુની સમીક્ષા કરી શકશે કે તેમને શું શેર કરવું અને ફેસબુક દ્વારા શેર થયું છે તે વસ્તુને ડીલીટ પણ કરી શકશે.