Not Set/ ગુજરાતનાં ગામડાઓમાં જામ્યો ચૂંટણી જંગ, રાજકીયપક્ષો બન્યા સમરસમાં વ્યસ્ત

રાજકીયપક્ષનાં પ્રતિક ઉપર ગ્રામપંચાયતની ચૂંટણી યોજાતી નથી. છતાં મુખ્ય રાજકીયપક્ષ ભાજપ કે કોંગ્રેસ પોતાના પક્ષ સમર્થિત ઉમેદવારોને ચૂંટણી જંગમાં લડાવવા ઉત્સુક છે.

Top Stories Gujarat Others
ગ્રામપંચાયત ચૂંટણી
  • ગુજરાતના ગામમાં જામ્યો ચૂંટણીજંગ
  • ઉંમેદવારીપત્રો ભરવાનો સમય સંપન્ન
  • હવે ગ્રામપંચાયત સમરસ બનાવવા કવાયત
  • રાજકીયપક્ષો બન્યા સમરસમાં વ્યસ્ત
  • શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવવાનો વ્યૂહ
  • આ વર્ષે સમરસમાં નિ:રસ
  • ગ્રામજનો છે સમસ્યાથી ત્રસ્ત
  • મતદારોનો ઝોક કળવો કપરી કસોટી
  • કોંગ્રેસે પણ નેતાની વરણી કરી છે પૂર્ણ
  • 7 ડિસેમ્બરે આખરી ચિત્ર થશે સ્પષ્ટ

ગુજરાતમાં ગ્રામપંચાયત ચૂંટણી જંગ જામતો જાય છે. 10 હજાર આઠસો કરતા વધુ ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની મુદત પૂર્ણ થઇ છે. ત્યારે થોકબંધ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું છે. તો બીજી બાજુ રાજકીયપક્ષનાં પ્રતિક ઉપર ગ્રામપંચાયતની ચૂંટણી યોજાતી નથી. છતાં મુખ્ય રાજકીયપક્ષ ભાજપ કે કોંગ્રેસ પોતાના પક્ષ સમર્થિત ઉમેદવારોને ચૂંટણી જંગમાં લડાવવા ઉત્સુક છે. તો સત્તાધીશ ભારતીય જનતા પક્ષ ચૂંટણી યોજાયા વિના સમરસ ગ્રામપંચાયત માટે વ્યસ્ત બન્યો છે.

આ પણ વાંચો – Covid-19 / સુરેન્દ્રનગરમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ નોંધાયો, આફ્રિકાથી લિંબડી આવ્યો હતો શખ્સ

ગુજરાતમાં 10 હજાર 879 ગ્રામપંચાતની ચૂંટણી યોજવા રાજ્ય ચૂટંણી પંચે તૈયારીને આખરી ઓપ આપ્યો છે. 19 ડિસેમ્બરે ગ્રામપંચાયતનો મુખી એટલે કે સરપંચ કોણ એ અંગે ગ્રામજનો માટે મતદાન યોજાશે. પરંતુ ચૂંટણી યોજતા પૂર્વે જે-તે ગ્રામપંચાયતોમાં મતદાન જ યોજાય નહીં તે માટે મુખ્ય રાજકીયપક્ષ ભાજપ અને કોંગ્રેસે રાજકીય કવાયત હાથ ધરી છે. રાજ્યનાં મુખ્યમંત્રીને જેટલી સત્તા હોય તેટલી જ વિશાળ સત્તા કદાચ ગ્રામપંચાયતમાં સરપંચ પાસે હોય છે. ગ્રામપંચાયતની ચૂંટણી ભલે રાજકીયપક્ષનાં પ્રતિક પર લડાતી નથી. પરંતુ રાજકીયપક્ષ સમર્થિત ઉમેદવારો ચૂંટણીજંગમાં તેમના ઉમેદવારો ઉભા રાખી ગ્રામપંચાયતમાં કબજો મેળવવા પ્રયાસ કરે છે. આ ઉપરાંત ગ્રામપંચાયતની ચૂંટણી યોજ્યા વિના સમરસનો અભિગમ પણ સરકારે અપનાવ્યો છે. જે મુજબ ગ્રામવિકાસ માટે સરકાર ગ્રાન્ટની ફાળવણી કરે છે. ગ્રામપંચાયતની આ ચૂટણીમાં સરપંચ અને સભ્યો માટે થોકબંધ ઉમેદવારીપત્રો ભરાયા છે. તારીખ 4 ડિસેમ્બરે ઉમેદવારીપત્રો ભરવાની મુદત પૂર્ણ થઇ છે ત્યારે છેલ્લી સ્થિતિ આ મુજબ છે.

ગ્રામપંચાયત ચૂંટણી માટે ઉમેદવારીપત્રો

10284 ગ્રામપંચાયત – સરપંચ માટે – 31 હજાર 359 ઉમેદવારો

89 હજાર 702 – સભ્યો માટે -1 લાખ 16 હજાર ઉમેદવારો

આ પણ વાંચો – સંકટમાં ગુજરાત / રાજ્યમાં Omicron નાં દર્દીની વાંચો ટ્રાવેલ હિસ્ટ્રી, જામનગર-રાજકોટ બાદ શું અમદાવાદમાં હશે એન્ટ્રી?

ઉમેદવારીપત્રો ભરવાનો સમય પૂર્ણ થયો છે. હવે રાજકીયપક્ષ પોતાના પક્ષ સમર્થિત ઉમેદવારો તરફી ગ્રામજનોને આકર્ષવા શામ-દામ-દંડ અને ભેદની નીતિ અપનાવી ગ્રામપંચાયત પોતાના તાબામાં રાખવા પ્રયાસ કરશે. મહદઅંશે ભારતીય જનતા પાર્ટી ગામમાં ચૂંટણી યોજ્યા વિના સરપંચ સહિતનાં ઉમેદવારોની પસંદગી કરી ગ્રામપંચાયત પર કબજો મેળવવા કવાયત તેજ કરશે. બીજી બાજુ આ વખતે કોંગ્રેસ પણ ગ્રામપંચાયતની ચૂંટણીમાં આક્રમક મિજાજ અપનાવશે. નવનિયુક્ત નેતા જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા માટે ગ્રામપંચાયતની ચૂંટણી પહેલો પડકાર છે. ત્યારે કોંગ્રેસ સમર્થિત કેટલી ગ્રામપંચાયત રહેશે તે જોવું રહેશે. આખરે સાતમી ડિસેમ્બર ઉમેદવારીપત્રો પરત ખેંચાવની અંતિમ તારીખ છે. આ સમય સુધીમાં ઉમેદવારોનું આખરીચિત્ર સ્પષ્ટ થશે. આ વખતે ગ્રામપંચાયતની ચૂંટણી અગાઉ સમરસ ગ્રામપચાયત જાહેર કરવી સરકાર માટે લોઢાનાં ચણા ચાવવા સમાન પુરવાર થશે. અંતે 7-મી-ડિસેમ્બરે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ગ્રામપંચાયતોમાં ચૂંટણીજંગ વધુ વ્યાપક રીતે જામશે.