Not Set/ ચીનના વિદેશ મંત્રીને મળ્યા જયશંકર :  કહ્યું – પરસ્પર મતભેદોથી વિવાદ થવો જોઈએ નહીં

ચીનની ત્રણ દિવસીય મહત્વપૂર્ણ મુલાકાતે બેઇજિંગ પહોંચેલા વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે કહ્યું હતું કે, ભારત-ચીન સંબંધો એવા સમયે સ્થિરતાનું પ્રતીક હોવું જોઈએ, જ્યારે આખી દુનિયા અનિશ્ચિતતાની સ્થિતિનો સામનો કરી રહી છે. જયશંકરે ચીનના વાઇસ પ્રેસિડેન્ટ વાંગ ક્વિશનને તેમના રહેણાંક સંકુલમાં મળ્યા હતા. બાદમાં તેમણે વિદેશ પ્રધાન વાંગ યી સાથે બેઠક યોજી, જે પછી પ્રતિનિધિમંડળ-સ્તરની […]

Top Stories
jay 11 ચીનના વિદેશ મંત્રીને મળ્યા જયશંકર :  કહ્યું - પરસ્પર મતભેદોથી વિવાદ થવો જોઈએ નહીં

ચીનની ત્રણ દિવસીય મહત્વપૂર્ણ મુલાકાતે બેઇજિંગ પહોંચેલા વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે કહ્યું હતું કે, ભારત-ચીન સંબંધો એવા સમયે સ્થિરતાનું પ્રતીક હોવું જોઈએ, જ્યારે આખી દુનિયા અનિશ્ચિતતાની સ્થિતિનો સામનો કરી રહી છે. જયશંકરે ચીનના વાઇસ પ્રેસિડેન્ટ વાંગ ક્વિશનને તેમના રહેણાંક સંકુલમાં મળ્યા હતા. બાદમાં તેમણે વિદેશ પ્રધાન વાંગ યી સાથે બેઠક યોજી, જે પછી પ્રતિનિધિમંડળ-સ્તરની બેઠક મળી હતી.

રાષ્ટ્રપતિ શી ચિનપિંગના વિશ્વસનીય ગણાતા વાંગ સાથેની મુલાકાત દરમિયાન, જયશંકરે કહ્યું કે, અમે બે વર્ષ પહેલાં અસ્તાનામાં સર્વસંમતિ પર પહોંચ્યા હતા, અત્યારે જયારે દુનિયામાં પહેલા કરતાં વધુ અસ્થિરતા છે, ત્યારે આપણા સંબંધો સ્થિરતાનું પ્રતીક હોવું જોઈએ.

jay1 ચીનના વિદેશ મંત્રીને મળ્યા જયશંકર :  કહ્યું - પરસ્પર મતભેદોથી વિવાદ થવો જોઈએ નહીં

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી વચ્ચેની શિખર બેઠકનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ‘વુહાન સમિટ પછી આજે અહીં આવીને મને ખૂબ આનંદ થાય છે, જ્યાં વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર અમારા નેતાઓમાં સર્વસંમતિ અને વ્યાપક સંમતિ સધાઈ હતી.

જયશંકરે કહ્યું, “ચીનમાં પાછા ફરવાનો મને ખૂબ આનંદ છે અને મને મારા પાછલા વર્ષો ખૂબ ઉત્સાહથી યાદ કરું છુ. હું ખૂબ જ ખુશ છું કે મારા વિદેશ મંત્રી તરીકેના કાર્યકાળની શરૂઆતમાં જ મને અહીં આવવાની અને અમારા બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક શિખર સંમેલનની તૈયારી કરવાની તક મળી છે.

ચીની વાઇસ પ્રેસિડેન્ટ વાંગે, જયશંકરને આવકારતાં કહ્યું, ‘મને એ પણ ખબર છે કે તમે ચીનમાં સૌથી લાંબા સમય સુધી કાર્યરત ભારતીય રાજદૂત હતા. અને બંને દેશોના સંબંધોમાં તમે મહત્વનું યોગદાન આપ્યું છે.’  અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂતી સાથે આગળ વધારીશું.

બાદમાં, જયશંકર અને વિદેશ પ્રધાન વાંગ યે સાંસ્કૃતિક અને પારસ્પરિક સંપર્ક પરના ઉચ્ચ-સ્તરની કાર્યકારીણી બેઠકમાં  સહ-અધ્યક્ષતામાં  અમ્મીલિત થયા હતા. આશા છે કે, જયશંકરની મુલાકાત દરમિયાન ચાર એમઓયુ (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવશે.

ચીનના નેતૃત્વ સાથે વાતચીત માટે વિદેશ પ્રધાન એસ જયશંકર રવિવારે બેઇજિંગ પહોંચ્યા છે. તેમની મુલાકાત દરમિયાન આ વર્ષે ચીની રાષ્ટ્રપતિ શીની ભારત મુલાકાત માટેની તૈયારીઓને આખરી રૂપ આપવા સહિતના અનેક મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.