Surat/ ભીખ માંગતા બાળકોનું રેસ્ક્યુ, ભીખ મંગાવનારા મહિલાની અટકાયત

ભીખ માંગતા બાળકોનું રેસ્ક્યુ, બાળકો પાસે ભીખ મંગાવનારા મહિલાની અટકાયત

Top Stories Gujarat Surat
kapas 4 ભીખ માંગતા બાળકોનું રેસ્ક્યુ, ભીખ મંગાવનારા મહિલાની અટકાયત

@સંજય મહંત, સુરત 

સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગતા દસ જેટલા બાળકોને રેસ્ક્યુ કરી શહેર પોલીસની મિસિંગ સેલ દ્વારા માનવિય અભિગમ અપનાવવામાં આવ્યો છે.સુરતના શહેરના બાળ સુરક્ષા ગૃહ ખાતે તમામ માસુમ બાળકોને મોકલી ભીખ મંગાવનારાઓ સામે મિસિંગ સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.જે ઘટનામાં એક મહિલાની પોલીસ દ્વારા હાલ અટકાયત કરવામાં આવી છે.

સુરત શહેરમાં આવેલ અનેક ટ્રાફિક સિગ્નલો પર માસુમ ભૂલકાઓ પાસે ભીખ મંગાવવાનું એક સુવ્યવસ્થિત રેકેટ ચાલી રહ્યું છે.જ્યાં માસુમ બાળકોને ટ્રાફિક સિગ્નલો પર સવારથી સાંજ સુધી ભીંખ મંગાવવામાં આવે છે.જો કે માસુમ ભૂલકાઓ પાસે મંગાવવામાં આવતી ભીખ સામે સુરત શહેર પોલીસની મિસિંગ સેલ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.

સુરત પોલીસ કમિશનર ના આદેશ બાદ આવા માસુમ ભૂલકાઓ નું શહેરની મિસિંગ સેલ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.જેમાં મજુરાગેટ વિસ્તારમાં આવેલ મશાલ સર્કલ નજીકથી એક બાળક નું રેસ્ક્યુ કરાયું છે.જ્યારે સીટી લાઈટ વિસ્તારમાં આવેલ અનુવ્રત દ્વારા નજીકથી નવ જેટલા બાળકોને રેસ્ક્યુ કરાયા છે. મજુરાગેટ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાયેલા બાળકના માતા પિતા અમદાવાદ ખાતે મજૂરી કામ કરે છે.

જ્યારે અન્ય નવ બાળકો ના માતા પિતા પણ મજૂરી કામ સાથે સંકળાયેલા હોવાની જાણકારી સામે આવી છે. જો કે બાળકો પાસે ગેરકાયદે ભીંખ મંગાવવાની આ ઘટનામાં એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. માસુમ ભૂલકાઓ જે હસતા રમતા અને શાળાએ શોભે, તેવા બાળકો પાસેથી ભરતડકામાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ મંગાવાતી હતી.

જ્યાં રેસ્ક્યુ કરાયેલા હાલ તમામ બાળકોને મિસિંગ સેલ દ્વારા બાળકોના કોરોના ટેસ્ટ કરાવી બાળ સુરક્ષા ગૃહ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.બાળકો ના માતા – પિતાની પણ ખરાઈ કરવામાં આવશે તેવી વાત મિશીંગ શેલ ના અધિકારે જણાવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો