Not Set/ રથયાત્રા માત્ર 3 રથ સાથે સાદગીથી યોજાય તેવા સંકેત, રુટ પર પોલીસનું મોડીરાત્રે ઇન્સપેક્શન

આગામી અષાઢી બીજના રોજ અમદાવાદમાં યોજાતી ઐતિહાસિક ભગવાન જગન્નાથની રથયાત્રા ને લઈને સૂત્રો પાસેથી મોટી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.પોલીસ દ્વારા રથયાત્રાને લઈને ત્રણ પ્રકારના ખાસ

Top Stories Gujarat
જગન્નાથ જી રથયાત્રા માત્ર 3 રથ સાથે સાદગીથી યોજાય તેવા સંકેત, રુટ પર પોલીસનું મોડીરાત્રે ઇન્સપેક્શન

આગામી અષાઢી બીજના રોજ અમદાવાદમાં યોજાતી ઐતિહાસિક ભગવાન જગન્નાથની રથયાત્રા ને લઈને સૂત્રો પાસેથી મોટી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.પોલીસ દ્વારા રથયાત્રાને લઈને ત્રણ પ્રકારના ખાસ સિક્રેટ પ્લાન પર અંદરખાને તૈયારી કરવામાં આવી રહી છે.ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે દોઢથી બે કિલોમીટર લાંબી નીકળે છે. જેમાં 3 રથ, 18 હાથી, 30 ભજન મંડળી, 30 અખાડા, 101 ટ્રકો જોડાય છે. પરંતુ ગતવર્ષની જેમ ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે રથયાત્રા માત્ર 3 રથ સાથે જ કાઢવાનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

petrol price hike 2 રથયાત્રા માત્ર 3 રથ સાથે સાદગીથી યોજાય તેવા સંકેત, રુટ પર પોલીસનું મોડીરાત્રે ઇન્સપેક્શન

 વોચ રીલીફ રોડ પર વોચ ટાવર ઉભા

અમદાવાદનાં જગન્નાથ મંદિરની રથયાત્રા પહેલાની મહત્ત્વની વિધિ જળયાત્રા મહોત્સવ રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજરીમાં કોવિડની ગાઇડલાઇન પ્રમાણે શાંતિપુર્ણ યોજવામાં આવ્યો હતો. જળયાત્રા બાદ રથાયાત્રા કોવિડની ગાઇડલાઇન પ્રમાણે નિકળે નહી તે હજુ નથી થયુ પરંતુ મોડીરાત્રે પોલીસે રથાયાત્રાના રુટ પર જે રીતે ઇન્સપેક્શન શરૂ કરી દીધુ છે તે જોતા એક વાત સ્પષ્ટ છેકે રથયાત્રા નિકળે તેવી શક્યતા છે.

rathyatra vidhi puja 2 રથયાત્રા માત્ર 3 રથ સાથે સાદગીથી યોજાય તેવા સંકેત, રુટ પર પોલીસનું મોડીરાત્રે ઇન્સપેક્શન

રથાયાત્રા માટે બંદોબસ્તની તૈયારી

કોરોના વાઇરસે એટલી હદે તબાહી મચાવી છે કે 12 જુલાઇના રોજ અષાઢી બીજના દીવસે અમદાવાદમાં નિકળનારી 144મી રથયાત્રા પર હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતહાસિક રથયાત્રામાં આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સિંગના અભૂતપૂર્વ બંદોબસ્ત સાથે નિકળે તેવી શક્યતા છે. કોરોના વાઇરસ પહેલા અમદાવાદમાં નિકળતી ઐતિહાસીક રથયાત્રામાં 25 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેતા હતા જેમાં 3 રથ સાથે 500 પોલીસ કર્મચારીઓ મુવિંગ બંદોબસ્તમાં રહેતા હતા.પોલીસ અધિકારીઓ તેને રુટીન પેટ્રોલીગ ગણાવી રહી છે પરંતુ જે રીતનું ઇન્સપેક્શન કરવામાં આવી રહ્યુ છે તે જોતા ખ્યાલ આવે છેકે પોલીસ રથાયાત્રા માટે બંદોબસ્તની તૈયારી કરી રહી છે. ત્યારે રથાયાત્રાના રુટ ઉપર વોચ ટાવર પણ ગોઠવી દેવામાં આવ્યા છે.

 અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસે ત્રણ સિક્રેટ પ્લાન તૈયાર કર્યા

ત્રણ પ્રકારના ખાસ સિક્રેટ પ્લાન

કોરોનાની બીજી લહેર શાંત પડી છે ત્યારે જો કોઇપણ આયોજન વગર રથયાત્રા કાઢવામાં આવેતો ત્રીજી લહેર આવવાની શક્યાતાઓ નકારી શકાય તેમ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી તેમજ નરેન્દ્ર મોદી સ્ટેડીય ખાતે યોજેયેલી મેચમાં હજારો લાખો લોકો આવ્યા હતા અને સોશિયલ ડીસન્ટન્સના ધજાગરા ઉડ્યા હતા જેના કારણે કોરોનાની બીજી લહેર આવી હતી અને ઠેરઠેર મોતનો તાંડવ છવાયો હતો ત્યારે જો હવે રથયાત્રા નિકાળવાની મંજુરી આપે તો બીજી લહેર કરતા પણ વધુ ખતરનાખ ત્રીજી લહેર સાબીત થઇ શકે તેમ છે.પોલીસ દ્વારા રથયાત્રાને લઈને ત્રણ પ્રકારના ખાસ સિક્રેટ પ્લાન પર અંદરખાને તૈયારી કરવામાં આવી રહી છે.

majboor str 24 રથયાત્રા માત્ર 3 રથ સાથે સાદગીથી યોજાય તેવા સંકેત, રુટ પર પોલીસનું મોડીરાત્રે ઇન્સપેક્શન