ચેતવણી/ મોબાઇલ યૂઝર્સ અર્થહીન પાસવર્ડના વાઇફાઇ સાથે જોડાણ કરતા ચેતી જજો

જાહેર સ્થળ પર ફ્રી વાઇફાઇનો ઉપયોગ કરતા હોવ તો ચેતી જાવ ડેટા ચોરાઇ શકે છે

Lifestyle
wifi મોબાઇલ યૂઝર્સ અર્થહીન પાસવર્ડના વાઇફાઇ સાથે જોડાણ કરતા ચેતી જજો

કોઇ પણ જગ્યાએ બેસીને વાઇફાઇનો ઉપયોગ કરતા હોવ તો ચેતી જાવ. કારણ કે હવે તમારા ફોન ક્રેશ થઇ શકે છે. જુદા-જુદા અર્થ વગરના પાસવર્ડ કે ફ્રી વાઇવાઇનો ઉપયોગ કરવાથી ફોનમાં રહેલા ડેટા સહેલાઇથી બીજા લોકો પાસે પહોંચી જાય છે. અને તેનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે.
આપણે આપણા ફોન ડેટાને બચાવવા માટે બીજા કોઈના વાઇ-ફાઇનો આશરો લઇએ છીએ. ઘણી વાર કોઈને જાહેર સ્થળે પાસવર્ડ વગરનું ઇન્ટરનેટ કનેક્શન મળે છે, તો તે તેની સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમ કરતા પહેલા વિચારવુ જોઇએ, અને શક્ય હોય તો આવા પાસવર્ડ વગરના કનેક્શન સાથે જોડાવવાનું ટાળવુ જોઇએ. કારણે આમ કરવુ જોખમી છે. કેટલીકવાર આપણે તેની મોટી કિંમત ચૂકવવી પડે છે. કેટલાક લોકો એવા છે કે જેઓ આખો ફોન અથવા ફોન ડેટા હેક કરવાની તૈયારીમાં છે.  આ સમયે સાવચેતી રાખીને આવા વાઇફાઇ નામ આવે તો તેનો ઉપયોગ ટાળવો જોઇએ.

યૂઝર્સ માટેચેતવણી

ટેક ક્ષેત્રની એક નામાંકીત કંપનીએ આઇફોન યુઝર્સને ચેતવણી આપતા કહ્યું છે કે, ભૂલથી પણ આવા નામ સાથે તમારા ઇન્ટરનેટ કનેક્શનને કનેક્ટ કરશો નહીં. ગ્રાહકોને આવા વિચિત્ર વાઇફાઇ નેટવર્કથી દૂર રહેવાનું પણ જણાવ્યુ છે. એપલે ફોનની વાયરલેસ કનેક્ટિવિટીને સંભવિત નુકસાન થાય છે એ વિશે ચેતવણી પણ આપી છે. તાજેતરની જાણકારી પ્રમાણે કંપનીએ વિચિત્ર નામવાળા નેટવર્કને ઓળખી કાઢયા છે. જે યૂઝર્સના ફોન સાથે કનેક્ટ થાય છે અને તેને હૈંગ કરી સહેલાઇથી ડેટા ચોરી કરે છે. એટલુ જ નહીં ફોન પણ ક્રેશ કરી નાંખે છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સને ચેતવણી

થોડા સમય માટે, વપરાશકર્તાઓને આવા ઘણા વાઇ-ફાઇ મળી રહ્યા હતા. કેટલાક યૂઝર્સ તેમની સાથે મોબાઇલને કનેક્ટ કર્યા પરંતુ તેમને નુકસાન સહન કરવું પડ્યું. જ્યારે તાજેતરમાં જ નોંધાયેલી નવી ક્ષતી પ્રમાણે આ કનેક્શન તમારા હેન્ડસેટની વાઇફાઇ કાર્યક્ષમતાને તોડી શકે છે. જો આ રીતે કોઇ પણ યૂઝર્સને સમસ્યા થાય તો તેમને પોતાના ફોનને ફરી સેટ કરવા માટેનો એક જ માર્ગ અપનાવો જોઇએ. અને તે છે તમારી નેટવર્ક સેટિંગ્સને ફરીથી સેટ કરો. ઉપરાંત તત્તકાલ તમે આવા નેટવર્ક્સથી અંતર રાખવાના પ્રયાસ કરો. એક એહેવાલ પ્રમાણે, આ સમસ્યાની શોધ એન્જિનિયર કાર્લ શો દ્વારા કરવામાં આવી હતી. કોઇપણ wifi  ફોન સાથે કનેકટ થવું જોખમ છે તેમણે લોકોને જાગૃત પણ કર્યા હતા. આઇફોનની સાથે, અન્ય મોબાઇલ ફોનના યૂઝર્સે પણ આ વાતનું ધ્યાન રાખવુ જરૃરી છે.
જો તમારો ફોન પણ આવી કોઇ સમસ્યાનો શિકાર બન્યો છે, તો પહેલા ફોનની સેટિંગ્સ પર જાઓ અને તેને ફરીથી સેટ કરો. આ દરમિયાન રીસેટ નેટવર્ક સેટિંગ પસંદ કરો અને પછી ખાતરી કરો. જ્યારે તમારો આઇફોન ફરીથી શરૂ થાય ત્યારે તમે ફરીથી તમારું વાઇફાઇ સેટ કરી શકો છો. આમ કરવાથી તમારા પાછલા વાઇફાઇ પાસવર્ડ્સ અને સેટિંગ્સ દૂર થશે.