Not Set/ વાળ માટે કરો આ રીતે શેમ્પૂની પસંદગી

અમદાવાદ, દરેક યુવતી ઇચ્છે છે કે તેના વાળ સ્વસ્થ અને ચમકદાર હોય. વાળની સુંદરતા માટે સભાન યુવતી જાહેર ખબર જોઈ જોઈને દરેક પ્રકારનાં શેમ્પૂ વાપરતી હોય છે. જેના કારણે વાળની ગુણવત્તા પર અસર થાય છે. બજારમાં ઘણાં બધાં પ્રકારનાં શેમ્પૂ ઉપલબ્ધ છે, પરંતુ તે તમારા વાળ માટે ખરેખર યોગ્ય છે ખરાં? એ બાબત અગત્યની છે. […]

Fashion & Beauty Lifestyle
Untitled 8 વાળ માટે કરો આ રીતે શેમ્પૂની પસંદગી

અમદાવાદ,

દરેક યુવતી ઇચ્છે છે કે તેના વાળ સ્વસ્થ અને ચમકદાર હોય. વાળની સુંદરતા માટે સભાન યુવતી જાહેર ખબર જોઈ જોઈને દરેક પ્રકારનાં શેમ્પૂ વાપરતી હોય છે. જેના કારણે વાળની ગુણવત્તા પર અસર થાય છે. બજારમાં ઘણાં બધાં પ્રકારનાં શેમ્પૂ ઉપલબ્ધ છે, પરંતુ તે તમારા વાળ માટે ખરેખર યોગ્ય છે ખરાં? એ બાબત અગત્યની છે.

શેમ્પૂ વાપરતી વખતે એ જરૂરી બની જાય છે કે, તમારે તમારા વાળનો પ્રકાર જાણ્યા બાદ જ શેમ્પૂ ખરીદવું. તમારા વાળનું  ટેક્સચર કેવું છે? તે જાણવા માટે આટલી બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.

જો તમે સવારે વાળ ધુઓ છો અને બપોર સુધીમાં તે તૈલીય લાગવા માંડે તો તેનો અર્થ એ થયો કે તમારા વાળ તૈલીય છે. તૈલીય વાળ માટે ઓઇલી હેર માટેનું શેમ્પૂ પસંદ કરવું જોઈએ. કારણ કે તેમાં રહેલું એમોનિયમ લોરેલ સલ્ફેટ માથાની ત્વચા પર રહેલું વધારાનું તેલ શોષી લેશે.

જે યુવતીઓ મોડલિંગ કરતી હશે અથવા તો એક્ટિંગના ક્ષેત્રમાં હશે, તેમના વાળમાં વધારે પ્રમાણમાં સ્ટાઇલિંગ જેલનો ઉપયોગ થતો હોય છે. આ યુવતીઓએ પોતાના વાળ ધોવા માટે ક્લેરિફાઇંગ શેમ્પૂનો વપરાશ કરવો જોઈએ.  જે તમારા વાળને ડિપ ક્લિન્ઝિંગ કરે છે અને  સ્ટાઇલિંગ પ્રોડક્ટમાં રહેલાં તત્વોને સાફ કરીને વાળને તથા માથાની ત્વચાને એકદમ ચોખ્ખી કરી નાંખે છે.

તમારા વાળ રૂક્ષ અને કોરા પડી જતાં હોય તો તમારે ડેમેજ હેર માટેનું સ્પેશિયલ શેમ્પૂ વાપરવું જોઈએ. અને શેમ્પૂ કર્યા બાદ અનિવાર્યપણે ડેમેજ હેર માટેનું કન્ડિશનર લગાવવું.

હેર કલર બાદ કેવું શેમ્પૂ વાપરવું?

તમે થોડા સમય પહેલાં જ હેર કલર કરાવ્યો હોય અને તમે એની ચમક એવી ને એવી જ રાખવા માંગતા હોય તો એવું શેમ્પૂ વાપરો જેમાં અલ્ટ્રા વાયોલેટ ફિલ્ટર્સ હોય અને માઇલ્ડ ક્લિન્ઝિંગ પણ હોય. જેથી વાળ પર સૂર્યકિરણોની ખરાબ અસર ન થાય. અલ્ટ્રા વાયોલેટ ફિલ્ટર્સને કારણે હેર કલર ઝડપથી આછા પણ નહીં થઈ જાય.

હેર કલરને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે કલર રિફ્રેશર શેમ્પૂનો વપરાશ કરવો જોઈએ. જે રંગનો હેર કલર કર્યો હશે તે જ શેડમાં આ શેમ્પૂ ઉપલબ્ધ છે. એટલે તમારા હેર કલરની શાઇન પણ વધશે. આ શેમ્પૂ ખરીદતી વખતે જોઈ લેવું કે, તે વેજિટેબલ ડાઇમાંથી બનેલા છે કે નહીં?