Not Set/ ભૂત પોલિસમાં સૈફ અલી ખાન સાથે જોવા મળશે આ દંગલ ગર્લ

મુંબઈ, સૈફ અલી ખાન  સાથે ભૂત પોલિસમાં દંગલ ગર્લ ફાતિમાં સના શેખ  જોવા મળશે.સાથે જ અલી ફઝલ પણ આ ફિલ્મમાં મહત્વના પાત્રમાં જોવા મળશે.  આ એક હોરર કોમેડી ફિલ્મ છે.  જેને ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા રજૂ કરવામાં આવી રહી છે. આ ફિલ્મના ડિરેકટર પવન કૃપલાની છે જેઓ અગાઉ ફોબિયા તથા રાગિની એમએમએસને ડિરેકટ કરી ચૂક્યા […]

Uncategorized
Untitled 7 ભૂત પોલિસમાં સૈફ અલી ખાન સાથે જોવા મળશે આ દંગલ ગર્લ

મુંબઈ,

સૈફ અલી ખાન  સાથે ભૂત પોલિસમાં દંગલ ગર્લ ફાતિમાં સના શેખ  જોવા મળશે.સાથે જ અલી ફઝલ પણ આ ફિલ્મમાં મહત્વના પાત્રમાં જોવા મળશે.  આ એક હોરર કોમેડી ફિલ્મ છે.  જેને ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા રજૂ કરવામાં આવી રહી છે. આ ફિલ્મના ડિરેકટર પવન કૃપલાની છે જેઓ અગાઉ ફોબિયા તથા રાગિની એમએમએસને ડિરેકટ કરી ચૂક્યા છે.

ફોક્સ સ્ટારે પોતાના હિંદી ટ્વિટર પેજ પર શિવરાત્રિના દિવસે આ જાહેરાત કરી હતી.  ભૂતો સાવધાન રહો, પવન કૃપલાની, સૈફ અળી ખાન, અલી ફઝલ, ફાતિમા સના શેખ ભત પોલિસ દ્વારા સાથે આવી રહયા છે. ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિનામાં શરૂ કરવામાં આવશે. ફાતિમાં એ આ પોસ્ટ શેર કરતા લખ્યું હતું  કે સૈફ સાથે કામ કરવા આતુર છું