Not Set/ નવરાત્રીમાં શું પહેરવું મુંઝવણ છે ? આ ડ્રેસ ટ્રાય કરો પછી જુઓ કમાલ

અમદાવાદ નવરાત્રી આવતાની સાથે દરેક યંગસ્ટર પોતાના લુકને લઇને એલર્ટ થઇ જાય છે.નવરાત્રીની નવ દિવસ શું પહેરવું અને શું ના પહેરવું એ સવાલ યંગ જનરેશનને મુંઝવે છે.નવરાત્રીમાં છોકરીઓ પોતાના આઉટફીટને લઇને ઇચ્છે છે કે તેનો ડ્રેસ સૌથી વધારે યુનિક અને ડિફરન્ટ હોય. છોકરીઓ અત્યારે એકથી એક હટકે કપડાનું સિલેક્શન કરે છે. દરેક વર્ષે યંગસ્ટર્સને કંઇક નવી […]

Fashion & Beauty Lifestyle Navratri 2022
priti નવરાત્રીમાં શું પહેરવું મુંઝવણ છે ? આ ડ્રેસ ટ્રાય કરો પછી જુઓ કમાલ

અમદાવાદ

નવરાત્રી આવતાની સાથે દરેક યંગસ્ટર પોતાના લુકને લઇને એલર્ટ થઇ જાય છે.નવરાત્રીની નવ દિવસ શું પહેરવું અને શું ના પહેરવું એ સવાલ યંગ જનરેશનને મુંઝવે છે.નવરાત્રીમાં છોકરીઓ પોતાના આઉટફીટને લઇને ઇચ્છે છે કે તેનો ડ્રેસ સૌથી વધારે યુનિક અને ડિફરન્ટ હોય. છોકરીઓ અત્યારે એકથી એક હટકે કપડાનું સિલેક્શન કરે છે. દરેક વર્ષે યંગસ્ટર્સને કંઇક નવી અને યુનિક વસ્તુ જોઇએ છે આ વર્ષે ન્યુ ટ્રેન્ડમાં ઇન્ડોવેસ્ટર્ન ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે.

જીન્સ પણ પહેરો સાથે પરંપરાગત પોશાકને પણ માણી લો

નવરાત્રીમાં સૌથી હટ કે લુક હોય તો તે ઇન્ડો વેસ્ટર્ન છે.આજકાલની પેઢી ખાસ કરીને યુવતીઓ ડેનિમ જિન્સની સાથે આભલાવાળી મોરપીચ્છ કલરની કોટન કુર્તી  અને કોટન દુપટ્ટામાંથી તૈયાર કરેલી પાઘડી ઇનથીંગ છે. ઇન્ડોવેસ્ટર્ન સ્ટાઇલમાં ટીકી અને ફ્લાવર્સ વાળી ઓઢણી  અને પોલો નેક ફૂલ સ્લિવની ટીશર્ટ સાથે હેવી ટ્રેડિશનલ કોટીનું ફ્યુઝન ટ્રેડમાં ટોપ પર છે. જીન્સ અને ટ્રેડિશનલ વેરના ફ્યુઝન સાથે ટીકી અને મિરર વર્ક વાળા હેવી ઘરેણાં પણ ઇન છે.

સિમ્પલ ચણીયો ઇન થયો છે.

નવરાત્રીમાં ડબલ લેયર્ડ ચણિયો ટ્રેન્ડી લુક આપે છે. ચણીયો કહેતા લોંગ ટ્રેડીશનલ સ્કર્ટમાં બે લેયર પણ રાખી શકાય છે. ચણીયામાં કચ્છી પેચગામઠી વર્કપોમ પોમચકલીઓકોડીઓથી ભરેલા ચણીયા કદાચ આ વખતે ઓછા જોવા મળશે.આ નવરાત્રીમાં સિમ્પલ પ્લેન ચણીયા ઇન છે. કોટન કપડાંમાં ખડી પ્રિન્ટકચ્છી પ્રિન્ટબાટીક પ્રિન્ટ અને લાઇટવેટ મોટી કે નાની બોર્ડરનો પટ્ટો સિમ્પલની સાથે સાથે આકર્ષક લૂક આપી રહ્યો છે.

બેબી યોક

જુના સમયથી ચાલી આવતું કેડિયું હવે નવા નામ  બેબી યોક સાથે આવી ગયું છે. રાજા રજવાડાઓના કેડિયા થી ઇન્સ્પાયર થઇને બનાવવામાં આવ્યું છે.આ કેડિયામાં પાછળની તરફ 1 મીટરનો ફ્લેર એક મીટરનો ફલેર આગળની તરફ  રાખવામાં આવે છે. જેનાથી ગરબાં રમતી વખતે જ્યારે ચકરી ફરીએ ત્યારે તેનો ઘેર તમને સારો ફ્લેર આપશે. બેબી યોક સ્ટાઇલ સાતે તમે રજવાડી મોજડી કેરી કરશો તો એક પરફેક્ટ રજવાડી લૂક મળશે

અંગરખા સ્ટાઇલ

આ અંગરખા સ્ટાઇલ ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલ છે. જેમાં ફ્લેરિ કેડીયુ ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં આગળની કોન સ્લિવ  પર દોરીથી ટાઇ કરવામાં આવ્યું છે.જેમાં કમર પાસે ફ્લેપ લગાડવાથી એનો લૂક કેડિયા જેવો લાગશે.

ફોર બોય્ઝ

બોય્ઝના  ડ્રેસિંગમાં પણ ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલ જોવા મળશેજેમાં ધોતી અને કેડીયા સાથે બ્લેઝર અમે માથાં પર સાફા અને પાઘડી રહેશે.