Not Set/ વિટામિન-સી થી ભરપૂર આંબળાના પ્રયોગ અનેક બીમારીઓમાંથી આપે છે મુક્તિ

આંબળાના સેવનથી આપણે રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ અને અનેક નાની-મોટી બિમારીઓને મ્હાત આપી શકીએ છીએ. તો ચાલો જાણીએ આંબળાના વિવિધ ઉપયોગ વિશે.શિયાળો શરૂ

Health & Fitness Lifestyle
healthy

આંબળાના સેવનથી આપણે રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ અને અનેક નાની-મોટી બિમારીઓને મ્હાત આપી શકીએ છીએ. તો ચાલો જાણીએ આંબળાના વિવિધ ઉપયોગ વિશે.શિયાળો શરૂ થતા જ આંબળા મળવાનું શરૂ થઈ જાય છે. અમૃતફળ આંબળા આપણા માટે મા પ્રકૃતિના આશિર્વાદ સમાન છે કારણ કે આંબળાના સેવનથી આપણે રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ અને અનેક નાની-મોટી બિમારીઓને મ્હાત આપી શકીએ છીએ. તો ચાલો જાણીએ આંબળાના વિવિધ ઉપયોગ વિશે.

AMLA – The best hair conditioner in the World

latest design / પાંચ એકરમાં નિર્માણ પામશે 2 ઇમારતો, આવી હશે અયોધ્યામાં બનનાર…

આયુર્વેદમાં આંબળાને રસાયન ગણવામાં આવે છે. તેની એન્ટી એજિંગ ઈફેક્ટ માટે આંબળાનો ઉપયોગ થાય છે. આંબળાના સેવનથી વ્યક્તિ નિત્ય યુવાન રહી શકે છે અને ઉંમરની સાથે આવતી વ્યાધિઓ જેમકે ડાયાબિટિસ, હાઇ બ્લડ પ્રેશર કે હાઈપર ટેન્શનથી બચી શકાય છે.આંબળામાંથી બનતા ચ્યવનપ્રાશનો ઉપયોગ રોજ કરવામાં આવે તો શરદી, ખાંસી, એલર્જી જેવી સિઝનલ બિમારીઓથી રક્ષણ મળે છે. અને રોગપ્રતિકારક શક્તિમાં અને શરીરની તાકાતમાં વધારો થાય છે.100 ગ્રામમાં આંબળામાં 450 મિલી ગ્રામ વિટામિન સી હોય છે. જે સૌથી વધારે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેમજ ત્વચાને ચમકદાર બનાવવા માટે વિટામિન સી રોજ લેવુ જરૂરી છે. વિટામિન સીનો કુદરતી અને સૌથી સારો સ્ત્રોત છે આંબળા.વાળ ખરવાની સમસ્યામાં આંબળા ખુબજ ગુણકારી છે. બજારમાં મળતા લગભગ દરેક શેમ્પૂ અને હેર ઓઈલમાં આંબળા હોવાની જાહેરાત કરવામાં આવે છે. પણ જો આંબળાનો રસ સીધો જ વાળમાં લગાવવામાં આવે કે પછી આંબળાના ચૂર્ણનું ગાયના ઘી અને મીસરી સાથે સેવન કરવામાં આવે તો હેર ફોલની સમસ્યાથી મુક્તિ મળે છે.

drawing / આવી રીતે આગામી સ્વચ્છતા રાઇટિંગમાં ભાવનગરનો ક્રમ વધુ ઊંચો આવ…

કબજિયાત કે પેટ સાફ ન થતુ હોવાની તકલીફ દરેક રોગનું મૂળ છે. તેમાં પણ આબળાનો પ્રયોગ અસરકારક છે. સવારે ભૂખ્યા પેટે આંબળાનો રસ 10 થી 20 એમએલ લેવામાં આવે તો પેટ સાફ થાય છે અને કબજિયાત રહેતી નથી. કારણ કે આંબળા મૃદુ રેચક છે અને તેમાં રહેલુ ફાયબર પણ ઘણું લાભકારી છે.હાઈપર એસીડીટી, પાઈલ્સ અને માસિકમાં વધારે પડતા રક્તસ્ત્રાવની સમસ્યામાં પણ આંબળાના રસ કે ચૂર્ણના સેવનથી ફાયદો થાય છે.કોલેસ્ટ્રોલની સમસ્યાની આજકાલ ખુબજ સામાન્ય થઇ ગઇ છે. આંબળાનો રસ તેમાં પણ રાહત આપે છે. આંબળા લોહીને પાતળુ કરીને કોલેસ્ટ્રોલની સમસ્યાથી મુક્તિ અપાવે છે.ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા તેમજ ડાયાબિટિસની સાઈડ ઈફેક્ટ્સથી બચવા માટે આર્યુર્વેદમાં આંબળા અને હળદરનો પ્રયોગ વર્ણવાયો છે. આ બન્નેનો પાવડર સરખા ભાગે મિક્સ કરી સવાર-સાંજ એક એક ચમચી લેવામાં આવે તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.તો આવા અસંખ્ય પ્રયોગો આંબળાના છે. તો આજથી જ આંબળા ખાવાનું શરૂ કરી દો.

Fresh Amla Fruit, Packaging Size: 25 - 50 Kg, Packaging Type: Cotton Box,  Rs 40 /kg | ID: 21815400173

રાજકોટ / કાલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિ માં કેસરીયો ધારણ કરશે …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…