Not Set/ 51 શક્તિપીઠમાંથી એક એટ્લે પાવાગઢ, નવરાત્રિમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર

હાલમાં નવરાત્રિ ચાલી રહી છે ત્યારે પાવાગઢમાં મા કાળીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે.  ઠેર ઠેર ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. માતાજીના દર્શન માટે ભક્તોએ લાંબી લાઇનો લગાવી છે. અને માના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. જણાવી દઇએ કે સમગ્ર વર્ષ દરમિયાન  અહીં અડધો કરોડ ઉપરાંત શ્રદ્ધાળુઓ મહાકાળીના દર્શનનો લાહવો લે […]

Top Stories Gujarat Others Navratri 2022
pavagadh 2 51 શક્તિપીઠમાંથી એક એટ્લે પાવાગઢ, નવરાત્રિમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર

હાલમાં નવરાત્રિ ચાલી રહી છે ત્યારે પાવાગઢમાં મા કાળીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે.  ઠેર ઠેર ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. માતાજીના દર્શન માટે ભક્તોએ લાંબી લાઇનો લગાવી છે. અને માના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. જણાવી દઇએ કે સમગ્ર વર્ષ દરમિયાન  અહીં અડધો કરોડ ઉપરાંત શ્રદ્ધાળુઓ મહાકાળીના દર્શનનો લાહવો લે છે.

પાવાગઢ 51 શક્તિપીઠમાંથી એક એટ્લે પાવાગઢ, નવરાત્રિમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર

અહીં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢથી પણ શ્રધ્ધાળુંઓ માના દર્શન કરવા આવે છે. આ ઉપરાંત પાવાગઢનું જેટલું આધ્યાત્મિક મહત્વ રહેલું છે એટલું જ તેનું ઐતિહસિક મહત્વ પણ રહેલું છે. ૫૧ શક્તિપીઠોમાં  એક પાવાગઢ નો પણ સમાવેશ થાય છે. અનેક યુગોમાંથી પસાર થયું છે, તેમ છતાંછતા ભક્તોની આસ્થા અડગ રહી છે. અને તેથી જ દિન પ્રતિદિન માંના ચારણોમાં શીશ ઝૂકાવવા આવનારાઓની સંખ્યા વધતી રહે છે.

pavagadh 1 51 શક્તિપીઠમાંથી એક એટ્લે પાવાગઢ, નવરાત્રિમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર

 પાવાગઢ એ ગુજરાત ઉપરાંત સમગ્ર પશ્ચિમ ભારતનું મહત્વનું યાત્રધામ છે. ૫૧ શક્તિપીઠોમાનું એક એટલે અધ્યાશક્તિ માં કાળીનું ધામ પાવાગઢ, આષો નવરાત્રી ચાલી રહીછે ત્યારે પાવાગઢ મહાકળી ના દર્શનાર્થે માઇ ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું છે.

આદીકાળથી પાવાગઢ ભક્તિ, તપ અને આસ્થાનું કેન્દ્ર છે. પાવાગઢનું જેટલું આધ્યાત્મિક મહત્વ છે એટલુજ ઐતિહાસિક મહત્વ પણ છે. એક તરફ પાવાગઢ ખાતે શક્તિપીઠ છે ત્યારે બીજી તરફ વર્લ્ડ હેરીટેજ સાઈટ પાવાગઢ ચાંપાનેરમાં બેનમુન સ્થાપત્યો અને કલા કારીગરી નો ભંડાર છે. આ ઋષિ વિશ્વામિત્રીની તપો ભૂમિ છે તો પાવાના ડુંગરે ચઢતી અને પડતીના આખા યુગ અડીખમ ઉભા ઉભા સહ્યા છે. એક સમયે ૬૫ વર્ષ સુધી ગુજરાતની રાજધાની રહેનારું ચાંપાનેર રાજ્ય મોહમદ બેગડા દ્વારા બર્બરતાથી લુંટાયું હતું. યાત્રાધામ પાવાગઢ અનેક યુગો માંથી પસાર થયું પરંતુ એના પ્રત્યેની ભક્તોની આસ્થા એવી અનેરી છે કે દિન પ્રતિદિન માંના ચરણોમાં શીશ ઝૂકાવવા આવનારાઓની સંખ્યા વધતીજ રહી છે અને વધતીજ રહે છે.

kali 51 શક્તિપીઠમાંથી એક એટ્લે પાવાગઢ, નવરાત્રિમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર

પાવાગઢ ખાતે આવેલા શક્તિપીઠ ખાતે મહાકાળીના દર્શનાર્થે સમગ્ર વર્ષ દરમ્યાન અડધો કરોડ ઉપરાંત શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેમાં ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી દરમ્યાન શ્રદ્ધાળુઓની સંખ્યા સવિશેષ જોવા મળે છે. પાવાગઢ ખાતે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે.

આ પણ વાંચો સૌની મનોકામના પૂર્ણ કરતાં..!! કચ્છ કુળદેવી, મા આશાપુરા… જાણો સંપૂર્ણ ઇતિહાસ

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.