Ambalal forecast/ અંબાલાલ ફરી ત્રાટક્યાઃ ગુજરાતીઓ વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહો

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ફરીથી ત્રાટક્યા છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સપ્તાહે વરસાદ ત્રાટકવાનો છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં આ સપ્તાહમાં ગરમીનો નોંધપાત્ર અનુભવ થી શકે છે.

Top Stories Gujarat
Mantavyanews 5 3 અંબાલાલ ફરી ત્રાટક્યાઃ ગુજરાતીઓ વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહો

અમદાવાદઃ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ફરીથી ત્રાટક્યા છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સપ્તાહે વરસાદ ત્રાટકવાનો છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં આ સપ્તાહમાં ગરમીનો નોંધપાત્ર અનુભવ થી શકે છે. બીજી બાજુએ સાતમી ઓક્ટોબરથી ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી તેમણે કરી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી સાતથી 14 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ તથા છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. દસમી ઓક્ટોબરે બંગાળની ખાડીમાં હવાનું દબાણ ઊભું થવાથી સિસ્ટમ સર્જાવવાની છે. તેના પગલે 12થી 14 ઓક્ટોબર દરમિયાન વાદળછાયુ વાતાવરણ પણ રહી શકે છે. આ સિવાય રાજ્યના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પણ થઈ શકે છે. આ સિવાય 17મી ઓક્ટોબરે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે અને વરસાદી ઝાપટા પણ પડી શકે છે.

આમ આગામી અઠવાડિયે ગુજરાતમાં દોડધામ કરવાનું વિચારતા ગુજરાતીઓએ હવામાનને પણ ગણતરીમાં લેખે લેવું રહ્યુ. તેમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ, કચ્છવાસીઓ ખાસ ધ્યાન રાખે.  જો કે વર્તમાન વીકેન્ડ સુધી તો હવામાન સ્વચ્છ રહેશે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થઈ ચૂકી છે. આમ સમગ્ર જમ્મુ-કાશ્મીર પર હિમચાદર પથરાવવા લાગી છે. તેથી નવરાત્રિ દરમિયાન પણ ઠંડીના ચમકારાનો અનુભવ અનુભવાય તો કોઈને નવાઈ નહી લાગે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થઈ ચૂકી છે. આમ સમગ્ર જમ્મુ-કાશ્મીર પર હિમચાદર પથરાવવા લાગી છે. તેથી નવરાત્રિ દરમિયાન પણ ઠંડીના ચમકારાનો અનુભવ અનુભવાય તો કોઈને નવાઈ નહી લાગે. કેટલાક સ્થળોએ વરસાદપણ પડી શકે છે.


whatsapp ad White Font big size 2 1 અંબાલાલ ફરી ત્રાટક્યાઃ ગુજરાતીઓ વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહો


આ પણ વાંચોઃ China Nuclear Accident/ ચીનની ન્યુક્લિયર સબમરીન બની અકસ્માતનો શિકાર; 55 ખલાસીઓના મોત

આ પણ વાંચોઃ Asian Games 2023/ ભારતે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, ખેલાડીઓએ કર્યો મેડલનો વરસાદ

આ પણ વાંચોઃ Ayushman Bhava/ 70 હજારથી વધુ લોકોએ અંગોનું દાન કરવાની લીધી પ્રતિજ્ઞા, મહિલાઓ આગળ