Surat/ SMCની હોસ્પિટલોમાં 2 વર્ષમાં 18,659 બાળકોમાંથી 2926 કુપોષિત બાળકો જનમ્યા

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ગરીબ પરિવારોને આરોગ્ય લક્ષી સેવા માટે સુરતમાં સ્મીમેર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.

Gujarat Surat
Mantavyanews 1 5 SMCની હોસ્પિટલોમાં 2 વર્ષમાં 18,659 બાળકોમાંથી 2926 કુપોષિત બાળકો જનમ્યા

@અમિત રૂપાપરા 

Surat News: સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મિમેર હોસ્પિટલનું સંચાલન કરવામાં આવે છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન સ્મીમેર હોસ્પિટલ, મેટરનિટીહોમ કે પછી અર્બન હેલ્થ સેન્ટરમાં જન્મેલા બાળકોની વિગતમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલ, મેટરનિટી હોમ અને અન્ય હેલ્થ સેન્ટરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 18659 બાળકોનો જન્મ થયો છે અને તેમાંથી કુલ 2926 બાળકો કુપોષિત અવસ્થામાં જન્મ્યા છે. આ ઉપરાંત છેલ્લા 7 દિવસમાં 263 બાળકોના મોત થયા છે અને 130 બાળકો મૃત અવસ્થામાં જન્મ્યા છે. આ ઉપરાંત પ્રસુતિ દરમિયાન 26 માતાઓના પણ મૃત્યુ થયા હોવાની વિગત સામે આવી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ગરીબ પરિવારોને આરોગ્ય લક્ષી સેવા માટે સુરતમાં સ્મીમેર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં ઘણા દર્દીઓ સારવાર પણ લઈ રહ્યા છે. ત્યારે હોસ્પિટલની સાથે મેટરનિટી હોમમાં પણ ઘણી ગર્ભવતી મહિલાઓની ડીલીવરી કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા બે વર્ષમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં તેમજ અલગ અલગ વિસ્તારમાં કાર્યરત મેટરનીટી હોમમાં 18,659 બાળકોનો જન્મ થયો છે અને આ બાળકોમાંથી 2926 બાળકો કુપોષિત હોવાનું સામે આવ્યું છે.

એક તરફ મોંઘવારીનો માર લોકોને પરેશાન કરી રહ્યો છે. તો બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં સારવાર ખૂબ જ મોંઘી થઈ રહી છે અને એટલા માટે જ સામાન્ય તેમજ મધ્યમ વર્ગના લોકોને પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અથવા તો અર્બન હેલ્થ સેન્ટરમાં ઈલાજ કરાવવાની ફરજ પડી રહી છે. ત્યારે સુરતની સ્મીમેર હોસ્પિટલ અને અન્ય મેટરનીટી હોમ તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર ગર્ભવતી મહિલાઓની સાવ સામાન્ય ખર્ચમાં સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી રહી છે પરંતુ 2 વર્ષમાં 18,659 બાળકોની સામે 2926 જેટલા કુપોષિત બાળકો હોવાના આંકડા સામે આવ્યા છે.

મહત્વની વાત છે કે, તંત્ર દ્વારા કુપોષિત બાળકોના આરોગ્યને ધ્યાનમાં લઈને માતા અને બાળકની તકેદારી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે છેલ્લા સાત દિવસમાં 263 બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે તો 130 બાળકો મૂળ અવસ્થામાં જનમ્યા છે અને પ્રસુતિ દરમિયાન 26 માતાઓના મૃત્યુ થયા હોવાની વિગત સામે આવી છે.


આ પણ વાંચો:પરિણીતાના શંકાસ્પદ મોતને લઇ બિચકયો મામલો, પોલીસે વચ્ચે પડી કર્યું એવું કે…

આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે પ્લેનના ટાયરની હવા નીકળી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો:જૂની પેંશન યોજનાની માગ સાથે શિક્ષકો વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો:વીજતાર તૂટી પડતાં ઘટી મોટી દુર્ઘટના, પુત્રીને બચાવવા જતા પિતાનું મોત