Not Set/ અમદાવાદ-ભાવનગરમાંથી બોગસ બીલિગ ઝડપાયું,બે આરોપીઓની ધરપકડ

જીએસટી ટીમે ભાવનગર અને અમદાવાદમાં દરોડા પાડ્યા છે. હાલ 57 કંપનીનું બોગસ બીલિંગ ઝડપાયું છે. આ બીલિંગ ભાવનગર અને અમદાવાદમાંથી પકડાયું છે

Gujarat
GST અમદાવાદ-ભાવનગરમાંથી બોગસ બીલિગ ઝડપાયું,બે આરોપીઓની ધરપકડ

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી આઇટીના દરોડા ચાલી રહ્યા છે તે સમાચાર ચાલી રહ્યા છે ત્યારે જીએસટી ટીમે પણ સફાયો બોલાવ્યો છે. GST ટીમે ભાવનગર અને અમદાવાદમાં દરોડા પાડ્યા છે. આ દરોડામાં હાલ તપાસ ચાલી રહી છે.

GST ટીમે ભાવનગર અને અમદાવાદમાં દરોડા પાડ્યા છે. હાલ 57 કંપનીનું બોગસ બીલિંગ ઝડપાયું છે. આ બીલિંગ ભાવનગર અને અમદાવાદમાંથી પકડાયું છે. બોગસ બીલિંગમાં બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં 16 પેઢીના 37 સ્થળો પર તપાસ ચાલુ છે. અનેક બોગસ બીલિગના દસ્તાવેજો પ્રાપ્ત થયા છે. 1128 કરોડના બોગસ બીલ બનાવાયા છે જેના આધારે કોંભાડ આચર્યું હતું

GST દરોડામાં જાણવા મળ્યું છે કે ગુનેગારોએ 191 કરોડની ટેક્સ ડ્યુટી મેળવી હતી ,જેના પગલે ટીમે ઉસ્માનગની જન્નતી અને ભાવેશ પંડયાની ધરપકડ કરી છે. જયારે બોગસ બિલીંગ સામે કોઇ હેરફેર કરાતી ન હતી. હજીપણ તપાસ કાર્યરત છે.