ગુજરાત/ સહકારી સંમેલનમાં પહોંચ્યા અમિત શાહ, કહ્યું- સરકારી સંસ્થામાં સંઘાણીનું કામ પ્રશંસનીય છે

અમિત શાહે સરકારના વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, મોદી સરકારે ખેડૂત માટે અનેક યોજનાઓ બહાર પાડી હતી. દુનિયામાં મધ ઉત્પાદનમાં ભારત અગ્રેસર છે.

Top Stories Gujarat Others
અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે તેઓએ અમરેલી સહકારી સંમેલનમાં હાજરી આપી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે અમરેલીમાં વિવિધ સહકારી મંડળીઓ અને તેમના વધતા પ્રભાવને કારણે સહકારી ક્ષેત્ર નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેમણે જિલ્લાની આ સભાને સંબોધી હતી.

આ પછી અમિત શાહ સોમનાથ જિલ્લામાં જશે, જ્યાં તેઓ સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા કરશે. અમિત શાહ સોમનાથ મંદિરમાં ભગવાન હનુમાનની 16 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય તે અરબી સમુદ્રના કિનારે મારુતિ હાટ નામની 262 દુકાનોનું પણ અનાવરણ કરશે.

અમિત શાહે સરકારના વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, મોદી સરકારે ખેડૂત માટે અનેક યોજનાઓ બહાર પાડી હતી. દુનિયામાં મધ ઉત્પાદનમાં ભારત અગ્રેસર છે. કારણ કે મોદી સરકારે મધ ઉત્પાદન માટે પણ અનેક યોજનાઓ શરૂ કરી હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સરકારે પ્રાકૃતિક ખેતી ઉપર પણ ભાર મૂક્યો હતો. તેટલું જ નહીં, તમામ વસ્તુઓનું ડિજિટલાઇઝેનશન પણ કર્યું. મોટાભાગનું કામ ઓનલાઇન થઈ જાય તેવી વ્યવસ્થા પણ કરી છે.’

આ પ્રસંગે અમિત શાહે કહ્યુ હતુ કે, ‘સરકારી સંસ્થામાં સંઘાણીનું કામ પ્રશંસનીય છે. હું અહીં દિલીપભાઈને સર્ટિફિકેટ આપવા આવ્યો છું. આખા દેશના 591 જિલ્લા ફરીને હું અમરેલી આવ્યો છું. અમરેલીએ દેશને અનેક સહકારી આગેવાન આપ્યાં છે. મારી સામાન્ય સભામાં અનેક ફાઇલ ઉછળી હતી.’ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સહકારની સમૃદ્ધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે. પરસોત્તમ રૂપાલાજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સહકાર મંત્રાલય ચાલુ કરવાની સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 4 સપ્ટેમ્બરે ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, જે દરમિયાન તેમણે અમદાવાદમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્માર્ટ સ્કૂલોનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પણ વાંચો:નાપાસ કરવાની ધમકી આપી શાળાનો આચાર્ય બન્યો હેવાન, 14 વર્ષની કિશોરીને પીંખી નાખી

આ પણ વાંચો:મંતવ્યના મંચ પર મંત્રીઓનું મંથન….

આ પણ વાંચો: દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,આજે નવા કોરોનાના 5 હજારથી વધુ કેસ