નિવેદન/ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કર્યા આ મોટા દાવા,જાણો વિગત

જયરામસિંહ પરમારે રાજીનામું આપીને ભાજપમાં જોડાવવાની સત્તાવાર જાહેરાત કરી છે, આવા અનેક કોંગ્રેસ નેતા પાર્ટીઓ છોડી રહ્યા છે ત્યારે દિગ્ગજ નેતા હાર્દિક પટેલે  આ અંગે વાત કરી હતી

Top Stories Gujarat
23 કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કર્યા આ મોટા દાવા,જાણો વિગત
  • હાર્દિક પટેલનો મોટો દાવો
  • કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં આવશે
  • હકુભા સહીતના નેતાઓ ભાજપ છોડશે
  • જયરાજસિંહના કોંગ્રેસ છોડવા પર મૌન
  • હાર્દિક પટેલનું રહસ્યમયી મૌન
  • જયરાજસિંહ કોંગ્રેસના સારા પ્રવક્તા હતા
  • રાજ્ય સરકારથી ઘણાં મુદ્દે જનતા કંટાળી

દેશભરમાં કોંગ્રસની હાલત હાલ ખુબ કપરી છે, એક બાજુ કોંગ્રેસના જી-23 પાર્ટીથી નારાજ છે,અને રાજ્યમાં પણ આંતરિક વિખવાદ અને જૂથવાદના લીધે કોંગ્રસની હાલત હાલ ખુબ નાજુક છે, ગુજરાતમાંથી દિગ્ગજ નેતા જયરામસિંહ પરમારે રાજીનામું આપીને ભાજપમાં જોડાવવાની સત્તાવાર જાહેરાત કરી છે, આવા અનેક કોંગ્રેસ નેતા પાર્ટીઓ છોડી રહ્યા છે ત્યારે દિગ્ગજ નેતા હાર્દિક પટેલે  આ અંગે વાત કરી હતી. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે આજે જયરાજસિંહના ભાજપામાં જોડાવા મુદ્દે નિવેદન આપ્યું હતું

તેમણે કહ્યું કે, જયરાજસિંહ પાર્ટીના ખૂબ જ સારા પ્રવક્તા હતા. રાજ્યના ઘણા મુદ્દાઓથી જનતા કંટાળી ગઈ છે. જયરાજસિંહના પક્ષ છોડવા પર મારે કંઈ કહેવું નથી. વિપક્ષમાં રહીને કોઈપણની અપેક્ષા પુરી કરવી ખૂબ જ અઘરી છે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ છોડીને ગયેલા કઈ રીતે જનતાના મુદ્દા અઠાવી રહ્યા છે. કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓની હાલત શું છે તે બધા જાણે છે. રાજકોટની ઘટના બાદ પોલીસની વિશ્વસનિયતા પર સવાલ ઉઠી રહ્યા છે. રાજકોટ પોલીસ પર એક હજારની તોડબાજી કર્યાનો હાર્દિક પટેલે આરોપ લગાવ્યો હતો.

તેમણે વધુમાં કહ્યું હતું કે  કોંગ્રેસના જે પણ લોકો ત્યાં ગયા છે, તેમની હાલત ત્યાં શું થાય છે તે બધાને ખબર છે. હું પણ જાણું છું. કુંવરજીભાઈ, જવાહરભાઈ, હકુભા, સહિત અનેક ઘણા નેતા હોય પરતું  મને ભરોસો છે કે, ચૂંટણી નજીક આવતાં ઘણાં ભાજપના નારાજ નેતાઓ પણ અમારી સાથે આવશે અને જે લોકો કોંગ્રેસ પાર્ટીમાં સત્તાની લાલચે પ્રયાસ કરતા હોય તો તેમને રોકવા ખૂબ અશક્ય છે. કુંવરજીભાઈએ કોંગ્રેસનો સંપર્ક કર્યો કે નહીં, તે મુદ્દે હાર્દિક પટેલે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. પણ એક વાત છે કે, ભાજપના જે જૂના મંત્રીઓ હતા એ લોકોને અત્યારે મંત્રી પદથી હટાવી દેવામાં આવ્યા છે. એવા ઘણા બધા લોકો સમયની રાહ જોઇ રહ્યા છે. હાર્દિક પટેલે કહ્યું કે, 10 માર્ચે જ્યારે પાંચ રાજ્યના ચૂંટણી પરિણામ આવશે એ પછી ઘણા બધા લોકો પોતાની હિંમત ખોલવાના પ્રયાસ કરશે.