Not Set/ T-10 લીગમાં ક્રીસ ગેલનો કહર, 6ચોકકા અને 9 છક્કા સાથે શાનદાર 50

સતત નબળું પ્રદર્શન કરી રહેલ અબુ ધાબી ટીમના ક્રિસ ગેલે બુધવારે મરાઠા અરેબિયન સામે શાનદાર વાપસી કરી માત્ર 12 બોલમાં અડધી સદી ફટકારી હતી. મરાઠા ટીમે પ્રથમ દાવ રમતા 10

Top Stories Sports
1

સતત નબળું પ્રદર્શન કરી રહેલ અબુ ધાબી ટીમના ક્રિસ ગેલે બુધવારે મરાઠા અરેબિયન સામે શાનદાર વાપસી કરી માત્ર 12 બોલમાં અડધી સદી ફટકારી હતી. મરાઠા ટીમે પ્રથમ દાવ રમતા 10 ઓવરમાં 97 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ અબુ ધાબીએ તોફાની શરૂઆત કરી હતી. પોલ સ્ટર્લિંગ ગેલ સાથે ક્રિઝ પર ઉતર્યો હતો. જ્યારે સ્ટર્લિંગ આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 47 રન હતા અને ત્રીજી ઓવરનો બીજો બોલ ફેકવામાં આવ્યો હતો.

India vs China / મે પછી ચીને LACમાં ઘૂસણખોરીના અનેક પ્રયાસો કર્યા, દર વખતે મજબૂત જવાબ આપવામાં આવ્યો – સરકારનું સંસદમાં નિવેદન

સ્ટર્લિંગે 5 બોલમાં બે ચોગ્ગાની મદદથી 11 રન બનાવ્યા હતા. પરંતુ જલદી બીજા છેડે ઉભેલા ગેલ જેવા સ્ટ્રાઇક પર આવ્યા ત્યારે તેમણે મેદાનની આજુબાજુ શોટ માર્યા હતા. તેણે પ્રથમ ઓવરમાં 18, બીજામાં 18, ત્રીજીમાં 20 રન બનાવ્યા હતા અને તેણે તેની અર્ધા શતક પૂર્ણ કર્યા હતા. જ્યારે અબુધાબીની ટીમ જીતી ગઈ ત્યારે ગેલે 22 બોલમાં 6 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા હતા.

Image result for image of chris gayle in t10 yesterday match

કૃષિ આંદોલન / ખેડૂત આંદોલનમાં વિદેશી ચંચૂપાતથી અમિત શાહ વિફર્યા, કહ્યું – ભારતની એકતાને તોડી શકશો નહીં

આ રીતે થઈ મરાઠા બોલર્સની ધોલાઈ

યામિન અહેમદઝાદી: 1 ઓવર, 18 રન
સોમપાલ કામી: 1 ઓવર, 27 રન
મુસાડેક હુસેન: 1 ઓવર, 22 રન
મારોફ વેપારી: 1 ઓવર, 15 રન
ઇશાન મલ્હોત્રા: 1 ઓવર, 15 રન
મુખ્તાર અલી: 3 બોલ, 8 રન

Image result for image of chris gayle in t10 yesterday match

પ્રહાર / ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં ગુજરાત દેશનાં ટોપ 5 રાજ્યોમાંથી આઉટ, કોંગ્રેસનાં સરકાર પર આકરા પ્રહાર

ટ્વેન્ટી -10 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાની બાબતમાં પણ ગેલે બે દિગ્ગજ ક્રિકેટરોની બરાબરી કરી હતી. 2007 ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતના યુવરાજસિંહે ઇંગ્લેન્ડ સામે 12 બોલમાં 50 ફટકાર્યા હતા. આ પછી ટી -10 લીગમાં જ અફઘાનિસ્તાનના મોહમ્મદ શહઝાદે 12 બોલમાં 50 ફટકાર્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…