દંડ/ ફરાળના નામે ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ ચેતજો, રાજકોટમાં ત્રણ જવાબદારોને 2,95,000 હજાર દંડ ફટકારાયો

રાજકોટમાં ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ અન્વયે શ્રાવણ માસમાં ફરાળી ખાદ્યચીજ ચીજવસ્તુઓના નમૂના લેવાની કામગીરી રાજકોટ મહાનગર પાલિકાના ફુડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે કોઈ ચાર નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ ધંધાર્થીઓ દ્વારા બિન ફરાળી ચીજવસ્તુઓમાં ભેળસેળ સામે આવી છે.

Top Stories Gujarat
petis ફરાળના નામે ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ ચેતજો, રાજકોટમાં ત્રણ જવાબદારોને 2,95,000 હજાર દંડ ફટકારાયો

રંગીલા રાજકોટવાસીઓ ખાવાના પણ ખૂબ શોખીન હોય છે ત્યારે શ્રાવણ માસમાં ફરાળી આઇટમના નામે બિન ફરાળી ચીજવસ્તુઓ ધાબડી દેવાની કેટલાક ફરાળી ખાદ્ય ચીજવસ્તુના વેપારીઓની નીતિ હોય છે. જેના કારણે ગ્રાહકો સાથે છેતરપિંડી તો થાય જ છે પરંતુ તેઓની શ્રદ્ધાને પણ ઠેસ પહોંચે છે. એવામાં શ્રાવણ માસની શરૂઆત થતાં જ રાજકોટમાં ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ અન્વયે શ્રાવણ માસમાં ફરાળી ખાદ્યચીજ ચીજવસ્તુઓના નમૂના લેવાની કામગીરી રાજકોટ મહાનગર પાલિકાના ફુડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે કોઈ ચાર નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ ધંધાર્થીઓ દ્વારા બિન ફરાળી ચીજવસ્તુઓમાં ભેળસેળ સામે આવી છે.

પર્દાફાશ / પેટ્રોકેમિકલ્સ ચોરી, ગેરકાયદે વેચાણના કૌભાંડનો પર્દાફાશ : 70000 કિલો પેટ્રો કેમિકલ્સના જથ્થો જપ્ત 

petis 2 ફરાળના નામે ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ ચેતજો, રાજકોટમાં ત્રણ જવાબદારોને 2,95,000 હજાર દંડ ફટકારાયો

કુલ ૨૦ પેઢીમાં ચકાસણી

ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટ – 2006 અંતર્ગત  શ્રાવણ માસમાં ફરાળી  ખાદ્યચીજનું કુલ ૨૦ પેઢીમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ કુલ ૩ (ત્રણ) ફૂડ સેમ્‍પલના કુલ જવાબદારોને કુલ મળીને   રૂા.૨,૯૫,૦૦૦/- નો દંડફટકારવામાં આવ્યો હતો.

મધ્યપ્રદેશ / આઝાદીના પર્વ પહેલા ગ્વાલિયરમાં ઘટી મોટી દુર્ઘટના, તિરંગો લગાવતી વખતે ક્રેન તૂટતા 3 ના મોત

ફરાળી ખાદ્યચીજમાં કરેલ ચકાસણીની

શ્રાવણ માસ દરમ્યાન ફરાળી  ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ) નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય પ્રિપેર્ડ ખાદ્યચીજ નમુના ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ.
petis 3 ફરાળના નામે ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ ચેતજો, રાજકોટમાં ત્રણ જવાબદારોને 2,95,000 હજાર દંડ ફટકારાયો

1.રસિકભાઇ ચેવડાવાળાલીમડા ચોક,

.2પ્રણામી ફરસાણ_રૈયા રોડ,

3.શ્રી હરિ નમકીન,કોટેચા ચોક

4.બાલાજી ફરસાણ,રૈયા રોડ

૫.જોકર ગાંઠીયા,લીમડા ચોક

૬.શ્રીજી નાસ્તા ગૃહ,લીમડા ચોક

૭. મધુભાઇ ચેવડાવાળા,લીમડા ચોક

૮. ભરતભાઇ ફરાળી ખીચડીવાલા,લીમડા ચોક

૯.કચ્છ ખાવડાવાળા,લીમડા ચોક

૧0.શિવ પેટીસ,લીમડા ચોક

૧૧.જય શ્રી ખોડિયાર સ્વીટ સેન્ટર્સ,જાગનાથ પ્લોટ

૧૨.પાયલ ડેરી ફાર્મ,અમીનમાર્ગ

૧૩.રચિત ઇટરી,અમીનમાર્ગ

૧૪.ઠક્કર ફરસાણ,રૈયા રોડ

૧૫.ભારત ડેરી ફાર્મયુનિવર્સિટી રોડ

૧૬.બાલાજી ફરસાણ,નાના મૌવા રોડ

૧૭.શ્યામ પેટીસ
વિદ્યાનગર મે.રોડ

૧૮.અંબિકા ફરસાણ,કોટેચા ચોક

૧૯.શ્રીનાથજી ડેરી ફાર્મ,નાના મૌવા રોડ

૨૦.શ્યામ ડેરી ફાર્મ,પંચવટી મે. રોડ

petis 4 ફરાળના નામે ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ ચેતજો, રાજકોટમાં ત્રણ જવાબદારોને 2,95,000 હજાર દંડ ફટકારાયો

 નમુનાની કામગીરી

શ્રાવણ માસ દરમ્યાન ફરાળી ખાદ્યચીજનો વિશેષ ઉપયોગ થતો હોય, ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ :- (૧) ફરાળી કુકીઝ (લુઝ) સ્થળ: અમૃત ફુડ્સ, (Twilicious Bekery), પ્લોટ નં ૨૮, તાલુકા પોલીસ સ્ટેશન સામે, સિતારામ પાર્ક કો.ઓ. સોસાયટી, મોટા મૌવા, કાલાવડ રોડ (૨ ) ગાય છાપ રાજગરા લોટ (૫૦૦ ગ્રામ પેક્ડ) સ્થળ:- બાલાજી એન્ટરપ્રાઇઝ, (સેલ પોઇન્ટ સુપર માર્કેટ) ક્લ્યાણ પાર્ટી પ્લોટ સામે, શાસ્ત્રીનગર પાસે, નાના મૌવા મે. રોડ (૩) ફરાળી પેટીસ (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- રસિકભાઇ ચેવડાવાળા, લીમડા ચોકદ્ (૪) ફરાળી પેટીસ (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- જોકર ગાંઠીયા, દુકાન નં ૫, પંચનાથ કોમ્પલેક્ષ, પંચનાથ મંદિર નજીક, લીમડા ચોક લીધેલ છે.

એજ્યુડીકેટીંગ ઓથોરીટી દ્વારા કરવામા આવેલ દંડની વિગત 

1. રાજકોટ શહેરના જુના માર્કેટિંગ યાર્ડમાં આવેલ “ગિરિરાજ એન્ટરપ્રાઇઝ”,માંથી લીધેલ ખાદ્યપદાર્થ: ” Rangoli’ Coriander Cumin Powder (500g પેક)” માં કલર તેમજ સ્ટાર્ચની હાજરી કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો ” સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ.  નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર  પ્રકાશભાઇ પ્રવિણભાઇ આભાણી (નમૂનો આપનાર FBO તથા અન્યને)  કુલ મળી રૂ.1,15,000/- નો દંડ ફરમાવેલ છે.

2.  રાજકોટ શહેરના જુના માર્કેટિંગ યાર્ડમાં આવેલ “ગિરિરાજ એન્ટરપ્રાઇઝ”,માંથી લીધેલ ખાદ્યપદાર્થ: “Rangoli’ Turmeric Powder (500g પેક)” માં હેવી મેટલ્સની હાજરી હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો ” સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ.  નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર  પ્રકાશભાઇ પ્રવિણભાઇ આભાણી (નમૂનો આપનાર FBO તથા અન્યને)  કુલ મળી રૂ.1,15,000/- નો દંડ ફરમાવેલ છે.

3.રાજકોટ શહેરના જૂનુ માર્કેટીંગ યાર્ડ મુકામે આવેલ “જય ખોડીયાર ટ્રેડર્સ” દ્વારા સંગ્રહ કરેલ  ખાદ્યપદાર્થ: “મહાલક્ષ્મી ગ્રાઉન્ડનટ ઓઇલ (પેક્ડ)” માં આયોડીનનું પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો “મિસબ્રાન્ડેડ” જાહેર કરવામાં આવેલ.  નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદારો  સમીરભાઇ એ મોરાણી (નમૂનો આપનાર FBO તથા અન્યને)  કુલ મળી રૂ.65,000/- નો દંડ ફરમાવેલ છે.

majboor str 7 ફરાળના નામે ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ ચેતજો, રાજકોટમાં ત્રણ જવાબદારોને 2,95,000 હજાર દંડ ફટકારાયો

·