Entrance Exam/ મેડિકલમાં પ્રવેશ માટે આજે NEET-UGની પરીક્ષા, ગુજરાતમાં 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ

નોંધાયેલા આંકડા મુજબ દેશમાં આ વખતે 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગયા વર્ષે 21 લાખ જેટલા વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા હતા. આજે પરીક્ષા બપોરે 2 થી 5:20 કલાક…..

Top Stories Gujarat
Image 2024 05 05T080922.853 મેડિકલમાં પ્રવેશ માટે આજે NEET-UGની પરીક્ષા, ગુજરાતમાં 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ

Gujarat: નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ) દ્વારા આજે ગુજરાત સહિત દેશભરમાં મેડિકલ-ડેન્ટલ સહિતના 5 કોર્સમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવાશે. ગુજરાતમાંથી અંદાજે 80 હજારથી વધુ અને દેશમાંથી 24 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી પોતાનું ભાવિ ઘડવા પ્રયાસ કરશે.

નોંધાયેલા આંકડા મુજબ દેશમાં આ વખતે 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગયા વર્ષે 21 લાખ જેટલા વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા હતા. આજે પરીક્ષા બપોરે 2 થી 5:20 કલાક દરમિયાન આપી શકાશે. NTA દ્વારા નીટ-યુજી માટે દેશનાં કુલ 557 શહેરો તેમજ દેશબહારના 14 શહેરમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, ભાવનગર, મહેસાણા, વડોદરા સહિત કુલ 31 શહેરોમાં પરીક્ષા યોજાશે.

અમદાવાદ શહેરમાં કુલ 21 સેન્ટર પર અંદાજે 9 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ચાલુ વર્ષે ધોરણ 12 સાયન્સમાં બી ગ્રૂપ સાથે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પૈકી, સીબીએસઈ બોર્ડ સંલગ્ન સ્કૂલના તેમજ જે વિદ્યાર્થીઓએ ઓછો સ્કોર કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવતા હોય છે. આ વર્ષે 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ હોવાનું અનુમાન છે. તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર બાયોમેટ્રિક સાથે જ પ્રવેશ આપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઊંચા ભાવ છતાં પણ એપ્રિલમાં સોનાની આયાતમાં જંગી વધારો

આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. લીઝધારકોને મિલકત વેચવામાં નિષ્ફળ