પ્રહાર/ ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં ગુજરાત દેશનાં ટોપ 5 રાજ્યોમાંથી આઉટ, કોંગ્રેસનાં સરકાર પર આકરા પ્રહાર

દેશમાં લોકોને ન્યાય અપાવવાના મામલે ગુજરાત કોંગ્રેસે ગુજરાતની વિજય રૂપાણી સરકાર ઉપર ટોચના 5 રાજ્યોમાં ગુજરાતનું નામ શામેલ ન થવા પર પ્રહાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે,

Top Stories Gujarat Others

દેશમાં લોકોને ન્યાય અપાવવાના મામલે ગુજરાત કોંગ્રેસે ગુજરાતની વિજય રૂપાણી સરકાર ઉપર ટોચના 5 રાજ્યોમાં ગુજરાતનું નામ શામેલ ન થવા પર પ્રહાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ટાટા ટ્રસ્ટ દ્વારા બહાર પાડાતા ઈન્ડિયા જસ્ટિસના અહેવાલમાં તૈયાર કરેલા ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ -2020 મુજબ, ભારતભરના લોકોને ન્યાય આપવા મામલે મહારાષ્ટ્ર ટોચ પર છે. જ્યારે તમિલનાડુ, તેલંગાણા, પંજાબ અને કેરળ તે પછીનાં અનુક્રમ નંબર પર આવે છે. જ્યારે સુરક્ષીત અને ગુડ ગવર્નન્સ વાળુ ગુજરાત ટોપ પાંચમાંથી ગાયબ છે.

ગુજરાત, ભારતનાં ટોપ પાંચ રાજ્યોમાંથી બહાર

અહેવાલ પ્રમાણે ભારતના ટોચના પાંચ રાજ્યોમાંથી ગુજરાત બહાર નીકળી ગયું છે. આપને જણાવી દઇએ કે, દર વર્ષે ટાટા ટ્રસ્ટ દ્વારા ઈન્ડિયા જસ્ટિસના અહેવાલ જાહેર કરવામાં આવે છે. જેમાં પોલિસીંગ, જેલ, જ્યુડિશિયલ સહિતના અનેક પરિમાણો પર દરેક રાજ્યને રેન્કિંગ આપવામાં આવે છે.

કોંગ્રેસે કર્યા ગુજરાત સરકાર પર પ્રહાર

આ વર્ષનાં એટલે કે 2021-22નાં ઈન્ડિયા જસ્ટિસના અહેવાલમાં દેશમાં ભાજપ શાસિત રાજ્યોમાં ઈન્ડિયા જસ્ટિસનીસ્થિતિ કથળતી હોવાનું સામે આવી રહ્યું છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસે પ્રહાર કર્યા છે. ગુજરાત કોંગ્રેસનાં મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત ઈન્ડિયા જસ્ટિસ અહેવાલમાં દેશના 18 રાજ્યોને ન્યાય અપાવવાના મામલામાં ટોચના 5 રાજ્યોમાં શામેલ થઇ શક્યું નથી. આ મામલાને જવાબ રાજ્ય સરકારે આપવો પડશે.

ભાજપ શાસિત રાજ્યોની હાલત અંગે ચિંતા

ઈન્ડિયા જસ્ટિસના અહેવાલમાં ટાટા ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ રેન્કિંગ ખૂબ જ પ્રતિષ્ઠિત મુકામ છે. આ અહેવાલ તૈયાર કરવામાં, સરકારી ડેટા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાનૂની સહાય, માનવ સંસાધનો અને 5 વર્ષના વલણોની આકારણીનો ઉપયોગ થાય છે. જો કે, અહેવાલ પ્રમાણે ભાજપ શાસિત રાજ્યોમાં મધ્યપ્રદેશ, કર્ણાટક અને હરિયાણાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.

કોંગ્રેસનાં વેધક સવાલ

કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી દ્વારા ગુજરાત સરકાર પર પ્રહાર કરતા વધુમાં કહેવામાં આવ્યું કે, ઈન્ડિયા જસ્ટિસ અહેવાલમાં ગુજરાતને દેશના ટોચના પાંચ રાજ્યોમાં સામેલ કરાયું નથી, તે બતાવે છે કે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં સત્તામાં રહેલી ભાજપ સરકારના રાજમાં અત્યારે પણ ગુજરાતમાં લોકોને ઝડપથી ન્યાય મળતો નથી તેવું આ ઈન્ડિયાના જસ્ટિસ રિપોર્ટ સાબિત કરે છે. ન્યાયતંત્રમાં સુધારણા અને આધુનિકીકરણ કરવાની ઇચ્છાશક્તિનો અભાવ પણ આહીં સ્પષ્ટ જોવામાં આવે છે. આનાં પરિણામે લાખો નાગરિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં હાલતો અંતમાં ન્યાય અન્યાય છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ન્યાયતંત્રને ગતિ આપ્યા પછી જ ગુજરાતના નાગરિકોને લાભ મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…