Not Set/ OMG : દિલ્હી પોલીસને મળી દિવાળી ગીફ્ટ, પેટ્રોલિંગ માટે મળી નવી ‘ રફતાર ‘ બાઈક

નવી દિલ્લી દિલ્લી પોલીસને દિવાળી ભેટ રૂપે બાઈક આપવામાં આવી છે. આ બાઈકનું નામ રફતાર છે. રફતારની સ્પીડ પણ તેના નામ જેવી જ છે. ગૃહમંત્રી રાજનાથસિંહે આવી ૩૦૦ પેટ્રોલિંગ બાઈકને લીલી ઝંડી બતાવી છે. તેમણે આ બાઈકનું નામ રફતાર રાખ્યું છે. દિલ્લી પોલીસના અધિકારીના જણાવ્યા પ્રમાણે હાલ આખા દિલ્લીના તમામ પોલીસ સ્ટેશન સાથે ૨૦૨૮ પેટ્રોલિંગ […]

Top Stories India Trending
752128 raftar OMG : દિલ્હી પોલીસને મળી દિવાળી ગીફ્ટ, પેટ્રોલિંગ માટે મળી નવી ' રફતાર ' બાઈક

નવી દિલ્લી

દિલ્લી પોલીસને દિવાળી ભેટ રૂપે બાઈક આપવામાં આવી છે. આ બાઈકનું નામ રફતાર છે. રફતારની સ્પીડ પણ તેના નામ જેવી જ છે. ગૃહમંત્રી રાજનાથસિંહે આવી ૩૦૦ પેટ્રોલિંગ બાઈકને લીલી ઝંડી બતાવી છે. તેમણે આ બાઈકનું નામ રફતાર રાખ્યું છે.

દિલ્લી પોલીસના અધિકારીના જણાવ્યા પ્રમાણે હાલ આખા દિલ્લીના તમામ પોલીસ સ્ટેશન સાથે ૨૦૨૮ પેટ્રોલિંગ બાઈક્સ છે. જેમાં દરેક પોલીસ સ્ટેશનની એક બાઈક જીપીઆરએસની મદદથી પોલીસના મુખ્ય કાર્યલયના કન્ટ્રોલ રૂમ સાથે જોડાયેલી છે.

હાલમાં દિલ્લીમાં ટ્રાફિકની સમસ્યા ઘણી વધી ગઈ છે. તેવામાં કોઈ ઘટના થાય તો પોલીસની ગાડીને ટ્રાફિકમાં સ્થળે પહોચતા ઘણી વાર લાગે છે. આથી ૩૦૦ નવી પેટ્રોલિંગ બાઈકને દિલ્લી પોલીસના પરિવારમાં શામેલ કરી દેવામાં આવી છે.

આ બાઈકની મદદથી આરોપીનો પીછો કરવામાં આસાની રહેશે. જો બાઈકની વાત કરવામાં આવે તો તેનો રંગ  પીળો અને સિલ્વર છે. ઉપરાંત બાઈકમાં સાયરન પણ છે. બાઈકની આગળ મોટો કાચ છે જે બુલેટપ્રૂફ છે.

બાઈકની સાથે હેલ્મેટ પણ આપવામાં આવ્યું છે જેમાં બ્લુટુથ અને ઈયરપીસ લાગેલા છે. સ્માર્ટ જેકેટ પણ આપવામાં આવ્યા છે જેમાં બોડી કેમેરા છે.

આ બાઈક જીપીઆરએસની મદદથી કંટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહેશે.દિલ્લી પોલીસે આ નવી બાઈક સાથે પેટ્રોલિંગ શરુ કરી દીધું છે.