ગુજરાત/ નવસારીમાં ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપૂર

નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી જિલ્લામાં બે એનડીઆરએફની ટિમ તૈનાત કરવામાં આવી છે જેને અત્યાર સુધીમાં 6342 લોકોનું સ્થળાંતર કરાયુ છે.

Gujarat Others Trending
નવસારી

નવસારીના ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યા છે. અંબિકા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી અને લોકો ચિંતાતૂર બન્યા છે. અંબિકા નદીમાં ઘોડાપુર આવતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ગણદેવી તાલુકાનાં કાંઠા વિસ્તાર તેમજ અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી  જિલ્લામાં બે એનડીઆરએફની ટિમ તૈનાત કરવામાં આવી છે જેને અત્યાર સુધીમાં 6342 લોકોનું સ્થળાંતર કરાયુ છે. અંબિકા નદી ભયજનક સપાટીથી 5 ફૂટ ઉપર હાલ વહી રહી છે. ઉપરાંત નવસારીમાં ઉપરવાસમાં પડેલ વરસાદની અસર નવસારી જિલ્લામાં થઈ રહી છે અને જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે. બંને નદીઓ પોતાની ભયજનક થી ઉપર વહી રહી છે. અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરાઈ છે.

નવસારી

 

નવસારી

 

નવસારી

આ પણ વાંચો : ઘોરબેદરકારી: નવવિકસિત અને સમૃદ્ધ વિસ્તારો જળબંબાકાર કેમ?