ફરિયાદ/ પૂર્વ વિપક્ષનેતા પરેશ ધાનાણીની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાકડાને લઇ વિવાદ

વડિયા ના નાજાપુર ગામેં બાકડાના વિવાદને લઈને મારામારીની ઘટના બની છે અને સમગ્ર બબાલ માં પોલીસ ફરિયાદ થઈ છે,નાજાપુર ગામે પૂર્વ વિપક્ષનેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણી ની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાકડાઓ ગામની જાહેર જગ્યા ઉપર મુકવામાં આવ્યા હતા અને આ બાકડાઓ પર અમુક લોકોની સતત બેઠક ને લઈને સામેથી સ્ત્રીઓને અવર જવર કે કપડા ધોવામાં મુશ્કેલીઓ પડતી હતી

Gujarat
7 31 પૂર્વ વિપક્ષનેતા પરેશ ધાનાણીની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાકડાને લઇ વિવાદ

વડિયા ના નાજાપુર ગામેં બાકડાના વિવાદને લઈને મારામારીની ઘટના બની છે અને સમગ્ર બબાલ માં પોલીસ ફરિયાદ થઈ છે

નાજાપુર ગામે પૂર્વ વિપક્ષનેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણી ની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાકડાઓ ગામની જાહેર જગ્યા ઉપર મુકવામાં આવ્યા હતા અને આ બાકડાઓ પર અમુક લોકોની સતત બેઠક ને લઈને સામેથી સ્ત્રીઓને અવર જવર કે કપડા ધોવામાં મુશ્કેલીઓ પડતી હતી.

જેને લઈને આ બાકડાઓની બે મહિના પહેલા અશ્વિનભાઈ ગીગાભાઈ પરમાર એ જગ્યા ફેરવી નાખતા એ જ ગામના પ્રવીણભાઈ બાલુભાઈ પાનસૂરિયાએ બાકડાના ફેરબદલ કરવા મુદ્દે ઉશ્કેયા અને છાતીના ભાગે ઢીકો અને હાથનાભાગે પથર મારી સામાન્ય ઇજાઓ પહોંચાડી હતી.

તેમને ઇજા પહોંચતા કુંકાવાવ સિવિલ હોસ્પિટલે સારવાર લીધી અને પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારે ધારા સભ્યની ગ્રાન્ટમાં ફળવેલા બાકડાનો વિવાદ મારામારી સુધી પહોંચ્યો મારામારીને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાઇ અને ફરિયાદના અનુસંધાને વડિયા પોલીસે તપાસ શરૂ કરી છે.