Ambaji Darshan/ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે અંબાજી યાત્રાધામમાં સમયમાં ફેરફાર કરાયો

અંબાજી યાત્રાધામમાં આવતીકાલે સવારે ઘટ સ્થાપન 9.15 થી 9.45 વાગે કરવામાં આવશે. આરતીનો સમય સવારે 7 થી 7.30 વાગ્યે રહેશે. 7.30 થી 11.30 દર્શન……

Gujarat Trending
Beginners guide to 2024 04 08T115302.861 ચૈત્રી નવરાત્રિ નિમિત્તે અંબાજી યાત્રાધામમાં સમયમાં ફેરફાર કરાયો

Gujarat News: અંબાજીમાં ચૈત્રી નવરાત્રીને લઇને યાત્રાધામ અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજીમાં 9 એપ્રિલ થી 16 એપ્રિલ સુધી દર્શનનાં સમયમાં ફેરફાર કરાયો છે.

અંબાજી યાત્રાધામમાં આવતીકાલે સવારે ઘટ સ્થાપન 9.15 થી 9.45 વાગે કરવામાં આવશે. આરતીનો સમય સવારે 7 થી 7.30 વાગ્યે રહેશે. 7.30 થી 11.30 દર્શન માટેનો સમય રહેશે. બપોરે 12 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે. બપોરે 12.30 થી 4.30 દર્શન કરી શકાશે, સાંજે 7.થી 7.30 વાગે આરતી રહે અને રાત્રે 7.30 થી 9 વાગ્યા સુધી દર્શનનો સમય રહેશે.

9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે. નવરાત્રિ દરમિયાન, માતા રાણીના 9 અલગ-અલગ સ્વરૂપોની નવ દિવસ સુધી સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના આ નવ દિવસો દરમિયાન લોકો દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ફરીથી માવઠાની શક્યતા, આ તારીખે વરસાદ પડી શકે છે…

આ પણ વાંચો:સિદ્ધપુરમાં વેપારી પાસેથી ખંડણી માંગતા પોલીસ ફરિયાદ

આ પણ વાંચો: ખારાઘોડા ફેક્ટરીમાં સર્જાયેલ દુર્ઘટનામાં વ્યક્તિનું સારવાર દરમિયાન મોત