Surendranagar/ ખારાઘોડા ફેક્ટરીમાં સર્જાયેલ દુર્ઘટનામાં વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

5 એપ્રિલે સાંજે અંદાજે ૫:૩૦ કલાકે ખારાઘોડા ખાતે જગન્નાથ ફેક્ટરીના કંપાઉન્ડમા ટ્રેન્કરને વેલ્ડિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ટ્રેન્ટરના ડીઝલ ભરેલ ટાંકીના કારણે બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ થતાં અફરતફરી મચી જવા પામી હતી બનવાની જાણ પાટડી નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમને જણા કરવામાં આવતા ફાયર ટીમ………

Gujarat
Beginners guide to 2024 04 07T151458.150 ખારાઘોડા ફેક્ટરીમાં સર્જાયેલ દુર્ઘટનામાં વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

@ પ્રિયકાંત ચાવડા

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોડા ગામે આવેલ બોર્મિન બનાવતી કંપનીના ગ્રાઉન્ડમાં ટ્રેન્કરને વેલ્ડિંગ કરતા સમયે ડીઝલ ભરેલ ટાંકીના કારણે બ્લાસ્ટ થયો હતો. જેમાં મેનેજર સહિત ચાર દાઝ્યા હતા. જેમને સારવાર અર્થે પ્રથમ પાટડી ત્યારબાદ વિરમગામ ખસેડાયા દુર્ઘટનામાં બકુલ પ્રહલાદભાઈ નામનો યુવાન ૯૦ ટકા જેટલો દાઝી જતાં અમદાવાદ ખાતે બે દિવસની ટુંકી સારવારબાદ તેનું નિધન થતાં પરીવાર સહિત ગ્રામજનોમા શોકનું મોજુ ફરી વળ્યું હતું.

5 એપ્રિલે સાંજે અંદાજે ૫:૩૦ કલાકે ખારાઘોડા ખાતે જગન્નાથ ફેક્ટરીના કંપાઉન્ડમા ટ્રેન્કરને વેલ્ડિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ટ્રેન્ટરના ડીઝલ ભરેલ ટાંકીના કારણે બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ થતાં અફરતફરી મચી જવા પામી હતી બનવાની જાણ પાટડી નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમને જણા કરવામાં આવતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો દુઘટર્નામા બકુલ પ્રહલાદભાઈ ઉંમર વર્ષ-૨૫ રહે.ખારાઘોડા,રામાઅવતાર મૂળ.રાજસ્થાન (કંપની મેનેજર),સાગરભાઈ ઉં.વર્ષ-૨૭,રહે.પાટડી અને મુન્નાભાઈ રહે.ખારાઘોડા ચાર દાઝ્યા હતા જેમને સારવાર અર્થે પ્રથમ પાટડી ત્યારબાદ વિરમગામ ખસેડાયા હતા.

જ્યારે બકુલ પ્રહલાદભાઈ નામનો ૨૪ વર્ષીય યુવાન ૯૦ ટકા જેટલો દાઝી જતાં અમદાવાદ અસારવા સિવિલ બાદ ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ ગંભીર રીતે દાઝી ગયેલ યુવાનનુ બે દિવસની ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે મેનેજર રાજસ્થાન પોતાના વતનની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો હાલ ત્રણની સ્થિતિ સુધારામા હોવાની વિગતો સામે આવી રહી છે બનાવમાં ગંભીર દાઝી ગયેલ યુવાનનુ મોત નિપજતા પાટડી પોલિસ સ્ટાફ અમદાવાદ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તારે મોબાઇલ બદલવાનો નથી કહી યુવાને પ્રેમિકાને બચકા ભર્યા…..

આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: Anand/બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ