ઠક્કરનગરમાં આવેલ એક મકાનમાં રહેતી યુવતીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક બુટલેગર વિરુદ્ધમાં છેડતીની ફરિયાદ કરી છે. યુવતી તેનાં ભાભી સાથે રહે છે અને મકાન દલાલીનું કામ કરીને ગુજરાન ચલાવે છે.
યુવતીએ કરેલા આક્ષેપ પ્રમાણે ઠક્કરનગરના સાંઇબાબા ફ્લેટમાં રહેતો યુવક છેલ્લા ઘણા સમયથી તેને હેરાન-પરેશાન કરે છે અને છેલ્લા બે દિવસથી ઘરે આવીને તોફાન મચાવી રહ્યો છે.
યુવતી રાતે ઘરે હતી ત્યારે બુટલેગર તેના ઘરે આવ્યો હતો અને તેની ફેંટ પકડીને તું અહીંયાં શું કમાય છે, તારી જરૂરિયાત તો બોમ્બેમાં છે તેમ કહીને ધમાલ મચાવી હતી.
બન્ને મહિલાઓને ધમકી આપીને બુટલેગર જતો રહ્યો હતો અને પરત એક્ટિવા લઇને તેના મિત્રો સાથે આવ્યો હતો યુવતીએ તાત્કાિલક પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરતા, પોલીસ યુવતીના ઘરે આવી ગઇ હતી અને તેમને પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી. પોલીસે બુટલેગર અને તેના મિત્રો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.